ભારતમાંં ટેબલટોપ રનવે પહાડો પર બનેલ એરપોર્ટો છે. જેમાં કેરળનુ કાલીકટ આતંરરાસ્ટ્રીય એરપોર્ટ(કોઝીકોડ), કર્ણાટકનુ મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ અને મીઝોરમનુ લેંગપુઈ એરપોર્ટનો સામેલ થાય છે. 

કેરલના કોઝિકોડ વિમાન હાદસામાં અત્યાર સુધી બંને પાઇલોટ સમેત 18 લોકોના મ્રૃત્યુ થયા છે. આ એરપોર્ટ ભારતના ટેબલટોપ રનવેમાં સામેલ થાય છે. આ એરપોર્ટ કોઝિકોડ શહેરથી 28 કિલોમીટર દૂર છે. 

શુક્રવાર સાંજે આ હાદસો ત્યારે થયો જ્યારે કોરોના સંકટથી વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવામાં ઈન્ડીયા એક્સપ્રેસ નુ વિમાન વરસાદના કારણે રનવે ઉપર લપસાઈ ગયુ અને 35 ફુટ ખાઈમાં પડ્યુ. એક સારી વાત એ રહી કે વિમાનમાં આગ ના લાગી કેમકે વિમાન જ્યારે નીચે પડ્યુ ત્યારે તેના બે ટુકડા થઈ ગયા હતા. આ વિમાનમાં કુલ 190 યાત્રીઓ સવાર હતા.

ટેબલટોપ રનવે એને કહેવાય છે જેમાં પહાડી વિસ્તારોમાં એરપોર્ટ બનાવાય છે. આના રનવે સામાન્ય એરપોર્ટના રનવે કરતા નાના હોય છે. ટેબલટોપ રનવે ઉપર પ્લેન ઉતારનારા પાઈલટને પણ અલગ પ્રકારથી પ્રશિક્ષીત કરવામાં આવ્યા હોય છે. કેમ કે આવા રનવે ઉપર એક બાજુ અથવા બન્ને બાજુ ખીણ હોય છે. જેનાથી હાદસો થવાની સંભાવના વધી જાય છે, અને જો વાતાવરણ વરસાદી અને ઠાર વાળુ હોય તો દુર્ઘટના થવાની સંભાવના ખુબ જ વધી જાય છે.

આના પહેલા પણ વર્ષ 2010 માં મેંગલોર એરપોર્ટ પર પણ દુબઈથી આવી રહી ફ્લાઈટ રનવે ઉપર લપસાઈને ખીણમાં ખાબકી ગઈ હતી. જે દુર્ધટનામાં 158 લોકોના મોત નીપજ્યા હતા.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા મુજબ ટેબલટોપ એરપોર્ટના રનવેની આદર્શ પહોળાઈ 240 મીટર હોવી જોઈયે પણ કાલીકટ એરપોર્ટના રનવેની પહોળાઈ 90 મીટર જ છે.

Contribute Your Support by Sharing this News: