હિન્દુ ધાર્મિકતા મુજબ આ ધર્મ નો સૌથી શ્રેષ્ઠ માસ એટલે કે શ્રાવણ જે ૧૧ ઓગસ્ટ થી શરૂ થયો છે. ભોળા ને ભજનારા અત્યારે શિવ ભક્તિ માં લીન હશે. કોઈ આખો માસ એકટાણું કરે તો કોઈ માત્ર ચાર સોમવાર એકટાણું કરી વિશેષ કૃપા મેળવી લે છે. તો કઈ રીતે ભગવાન ભોળાનાથ ને રીજવવા એ દરેક ની એક આતુરતાં હોય જ છે.જો આપણા શાસ્ત્રો મુજબ આગળ વધીએ તો ઋષિ-મુની આદિ અનાદી થી શિવ પૂજા જુદાં-જુદાં નિયમે કરતા આવ્યા છે કેમકે ભગવાન ભોળાનાથ ને રીજવવા માટે ના કોઈ ખાસ નિયમો નુ પાલન કરવાનું સૂચવ્યું નથી. જેમ કીધું છે કે ‘એક ફૂલમ, એક ફલમ અને એક લોટા જલ કઈ ધાર ઇતને મેં વર દેતે હે કૃપાસિન્ધુ કેલાશ’ એટલે ભોળાનાથ ને ભજવા તેમજ રીજવવા ખાલી એક ફૂલ, એક ફળ અને માત્ર એક લોટો સ્વચ્છ જળ. તો ચાલો જાણીએ કે આ શ્રાવણ માસ મા ચર સોમવારે પૂજા કરવાથી શું-શું ફળ પ્રાપ્ત થઇ શકે છે.
બહેનો સદાય અખંડ સૌભાગ્ય મેળવે અને જીવન ની બધી સુખ-શાંતિ માટે દર સોમવારે ઘણા પ્રકાર ના ધાન થી શિવ વંદન કરે છે. જેમાં પ્રથમ સોમવારે સફેદ તલ, બીજા સોમવારે ચોખા, ત્રીજા સોમવારે મગ, અને ચોથા સોમવારે જવ થી પૂજા કરવાનો અનેરો મહત્વ છે અને જેના લીધે ભગવાન ભોળાનાથ બધી ઇચ્છાઓ ની પૂર્તિ કરે છે. આ સિવાય આ માસ ના દરેક મંગળવારે મંગળાગૌરી પુજન અને દરેક શુક્રવારે જીવંતિકા વ્રત અને પુજન પણ કરવામાં આવે છે.દરેક જીવ પ્રકૃતિ ના આઠ બંધનો મા જોડાયેલ છે જેને જીવ બદ્ધ કહેવાય છે. આ આઠ બંધનો મા ૧) ગંધ (૨) બુદ્ધિ (૩) પ્રકૃતિ (૪) શબ્દ (પ) રૂપ (૬) રસ (૭) અહંકાર (૮) સ્પર્શ આ આઠ તત્વો થી દેહ નુ નિર્માણ થાય છે અને દેહ થી જ કર્મ નીપજે ત્યારબાદ કર્મો ને અનુરૂપ પાછો દેહ મળે અને આ સંસાર ચક્ર સદેવ ચાલતું રહે છે. કર્મ જેવા દોરડા થી બંધાયેલા જીવ પોતાના કર્મો ના પરિણામે આ ચક્ર ની જેમ ભમ્યા કરે છે.તો આ ચક્ર ના ફેરામાંથી બચવા શિવ ભક્ત બની તેમાં લીન રેહવું. દીનદયાળુ કૃપા નીધાન ભોળાનાથ આ ચક્ર ના સર્જનહાર છે અને તેમના માં જ સમસ્ત સંસાર સમાયેલો છે. તે યોગીઓ ના યોગી, કાલો ના કાલ, તેમના થી આરંભ અને તેમના માં જ અંત સમાયો છે. જો શિવ કૃપા મળી જાય તો બેડો પાર થઇ જાય અને સંસાર રૂપી ભવસાગર માંથી તરી જવાય અને શિવ સ્વરૂપ માં સમાઈ જવાય.જીવ જયારે શિવ સાથે મળી જાય તેનો અર્થ છે મોક્ષ. આ પવિત્ર શ્રાવણ માસ મા ભગવાન ભોળાનાથ ની પૂજા, સેવા, ભક્તિ અને આરાધના કરવાથી મન ની દ્વેષ્તા તેમજ મેલ દૂર થાય છે અને જીવ શુદ્ધ સ્વરૂપ ને પામવા અગ્રેસર થાય છે. આ દેવો ના દેવ મહાદેવ સર્વ મંગલકારી સદાશિવ નો વાર સોમવાર અને આ માસ મા કરેલ પૂજા વધુ ફળ આપે છે.જયારે મનુષ્ય પોતાની ઇન્દ્રીયો ને વશ કરે તો ભગવાન શિવ નું સાનિધ્ય, જયારે બુદ્ધિ વશ કરે તો શિવ નું સાયુજય અને જયારે પ્રકૃતિ વશ કરે તો શિવ નું ઐશ્વર્ય મળે છે તો આ શ્રાવણ માસ ના ચાર સોમવારે આ બંધનો માંથી મુક્તિ મેળવી શિવ માં મગ્ન થવા લીન થવાની ચેષ્ઠા કરવી જોઈએ. આ સિવાય પંચાક્ષર મંત્ર નો જાપ, શિવપૂજા, જળાભિષેક તેમજ બીલીપત્ર ચઢાવવા માત્ર થી પણ માનવ આ બંધનોમાંથી મુક્તિ મેળવી શકે છે. ભક્તિ ભાવ અને સાચી શ્રધ્ધા થી કરેલ કર્મ ક્યારેય અફળ થતું નથી.શિવ શબ્દનો વિચ્છેદન કરતા ઘણા મુનિઓ કહે છે કે : ‘ શિ ’ એટલે સદાય સુખ, ‘ ઇ ’ એટલે માનવ અને ‘ વ ’ એટલે શકિત. આ ત્રણેય નું સુભગ મિલન એટલે જ દીનદયાળા કૃપાનિધાન પરમકૃપાળું ભગવાન ભોળાનાથ સદાશિવ. દરેક માનવો એ પોતાના આત્મા ને શિવ સ્વરૂપ સમજી શિવપૂજન કરવું જોઇએ.

Contribute Your Support by Sharing this News: