ગરવી તાકાત, મહેસાણા
શું મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક બુટલેગરોને છાવરી રહ્યા છે?
મહેસાણા જિલ્લાની પ્રજાની સુરક્ષા અને સલામતીની જવાબદારી મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકના શિરે છે ત્યારે મહેસાણા નજીક આવેલા જગુદન ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાથી દારૂડીયાઓનો એટલી હદ સુધી આતંક મચી ગયો છે. જગુદન ગામની પ્રજા ત્રાહી ત્રાહી પોકારી ઉઠી છે. પરંતુ અસામાજિક તત્વોના ત્રાસના કારણે કોઇ ગ્રામજનો રજૂઆત કરવા ખુલીને સામે આવતાં નથી. ત્યારે ગરવી તાકાત અખબાર થકી જગુદન ગામમાં ચાલતાં આ દુષણને દૂર કરવાની મુહિમ કરી છે અને ગામમાં ચાલતાં દારૂ અને દારૂડીયાના આતંક તેમજ ગ્રામજનોની વેદનાને વાચા આપવા જિલ્લા પોલીસ અધિક્ષકનું ધ્યાન દોર્યુ હોવા છતાં જિલ્લા પોલીસ અધિક્ષકે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી કે કોઇ કાર્યવાહીના પોલીસને આદેશ પણ આપવામાં આવ્યાં નથી ત્યારે આમ જનતામાં સવાલ ઉઠી રહ્યા છે કે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થિવરાજસિંહ ગોહિલ શું બુટલેગરોને છાવરી રહ્યા છે?
આ પણ વાંચો – લો બોલો:પોલીસ ઉપર જ દારૂને સગે-વગે કરવાનો આરોપ, 9 પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ ગુનો દાખલ
મહેસાણા તાલુકાના જગુદન ગામના ઠાકોર વાસ અને વાઘરીવાસમાં અધધધ પ્રમાણમાં દેશી દારૂની હાટડીઓ ધમધમે છે. જગુદન ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાથી અહીંથી મોટા પ્રમાણમાં આજુબાજુના સ્થળો ઉપર લાખો રૂપિયામાં દેશી દારૂનો વેપલો ચલાવવામાં આવી રહ્યો છે. જ્યારે વહેલી સવારથી જ મોડી રાત્રિ સુધી અહીં દારૂડીયાઓ તેમજ અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેસી જતાં હોવાથી ગ્રામજનો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ કેટલાક અસામાજિક તત્વોના ડરના કારણે આ બાબતે કોઇ પોલીસનું ધ્યાન દોરતું નથી કે કોઇ પ્રકારની અરજીઓ કે રજૂઆત કરવામાં આવતી નથી. જગુદન ગામના ઠાકોરવાસ અને વાઘરીવાસમાં આસપાસના ગામડાઓમાંથી દારૂડીયાઓ દારૂ પીવા આવતાં હોવાના કારણે ગ્રામજનો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
આ પણ વાંચો – સુઈગામના મોરવાડા ચાર રસ્તા નજીક ઈંગ્લીશ દારૂ ભરેલ સ્વીફ્ટ ગાડી પલટી, સાથે એક પીસ્ટલ અને કારતુસ પણ મળી આવ્યા
ગામમાંથી દિવસ રાત દારૂડીયાઓની અવર જવરના કારણે ગામની બહેન દિકરીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાે કે જગુદન ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ મુદ્દે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થિવરાજસિંહ ગોહિલનું ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમ છતાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આ બાબતે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી કે પોલીસને કોઇ કાર્યવાહી કરવાના આદેશ પણ કરવામાં આવ્યાં નથી ત્યારે આમ નાગરીકોમાં પણ સ વાલો ઉઠી રહ્યા છે કે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક શું બુટલેગરોને છાવરી રહ્યા છે. જગુદન ગામમાંથી પસાર થતાં ગ્રામજનોને પણ કેટલીક વખત શરમમાં મુકાવની સ્થિતિ આવી જાય તેવી હરકતો ગામમાં દારૂ ઢીંચીને દારૂડીયાઓ કરી રહ્યા છે પણ કોઇ રજૂઆત કરવા આગળ આવતું નથી. દારૂ પીને ખુલ્લેઆમ ગાળાગાળી દારૂડીયાઓ કરતાં હોય છે. તો કેટલીક વખત મારમારી પણ કરે છે આમ જગુદન ગામમાં ચાલતી દારૂની હાટડીઓને કારણે ગામમાં સંધ્યાકાળે તો ગામમાં આતંક જેવો માહોલ બની જાય છે. તો આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક કાર્યવાહી કરી આ દેશી દારૂની ચાલતી હાટડીઓ ઉપર રોપ લગાવવાની કાર્યવાહી કરે તે ખુબ જ જરૂરી બન્યું છે. મહેસાણા જિલ્લાની પ્રજાની સુરક્ષા અને સલામતીની જવાબદારી મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની છે.