symbolic image

જોટાણા તાલુકાના એક ગામમાં ભત્રીજાએ ઘરના ઝઘડામાં ઉશ્કેરાઈ તેના મોટા બાપાને માથામાં હથીયાર વડે હુમલો કરી દેતા ગંભીર રીતે ઘાયલ થતા હેમરેજ થઈ ગયુ હતુ. જેથી તેમને મહેસાણાની પ્રાઈવેટ હોસ્પીટલ ખાતે આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – તુ બીજા રાજ્યની છે મારૂ કશુ જ નહી ઉખાડી શકે, એમ કહી બળાત્કાર ગુજાર્યો !

મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના કટોસણ ગામે ગત સોમવારે સીધ્ધરાજસીંહ ઝાલા નામના શખ્સનો તેની પત્ની સાથે ઝઘડો થતા તેના પીતાના મોટા ભાઈ ઝઘડાને શાંત કરાવા વચ્ચે પડતા સીધ્ધરાજે તેમને માથામાં લાકડાની ઈશ મારી હતી. સીધ્ધરાજે તેના મોટા બાપાને તમે અમારી પંચાયત કેમ કરો છો એમ કહી ઉશ્કેરાઈને તેમની ઉપર હુમલો કરી દીધો હતો. જેથી ઝાલમસીંહને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમના માથામાંથી ખુબ જ લોહી વહી ગયુ હતુ. તત્કાલ તેમને હોસ્પીટલ લઈ જવાતા ડોક્ટોએ જણાવ્યુ હતુ કે તેમને બ્રેઈન હેમરેજ થયુ છે જેથી તેમનુ ઓપરેશન કરવુ પડશે. જેથી ઈજાગ્રસ્તને આઈ.સી.યુ. માં દાખલ કરી તેમની સર્જરી કરવામાં આવી હતી.

આ મામલે પોલીસ સ્ટેશને સીધ્ધરાજસીંહ ઝાલા વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનોની કલમ 307 મુજબ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે આ ફરિયાદ દાખલ કરાઈ હતી ત્યા સુધી ઈજાગ્રસ્તને કોઈ ભાન આવ્યુ નહતુ.

Contribute Your Support by Sharing this News: