— ઊંઝામાં જગતજનની મા ઉમિયાના દર્શન કર્યા, વડનગરમાં ગોગા મહારાજના આશીર્વાદ મેળવ્યા :
— ઊંઝા વિધાનસભા મતવિસ્તારના પ્રભારી ડૉ. રાજુલબેન દેસાઈએ ઊંઝા અને વડનગરની મુલાકાત લઇ કાર્યકરો સાથે બેઠક યોજી :
— ઊંઝામાં એપીએમસી ચેરમેન સહિત મહેસાણા જિલ્લા ભાજપના આગેવાનો સાથે રહ્યા :
— વડનગરમાં પ્રદેશ ભાજપના પોલીસી એન્ડ રિસર્ચના સભ્ય હિરલબેન દેસાઈના ઘરે મુલાકાત કરી :
ગરવી તાકાત મહેસાણા : ઉત્તર ગુજરાતની મહત્વની ઊંઝા વિધાનસભા મતવિસ્તારના પ્રભારી તરીકે ડૉ. રાજુલબેન દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. તેઓએ આજે ઊંઝા તેમજ વડનગરની મુલાકાત લીધી હતી. પ્રભારી તરીકે નિયુક્તિ થયા બાદ ઊંઝા પધારેલા રાજુલબેન દેસાઈએ મહેસાણા જિલ્લા ભાજપના આગેવાનો તેમજ ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ સાથે જગતજનની માં ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.
જ્યાંથી તેઓ ઐતિહાસિક નગરી વડનગર પહોંચ્યા હતા અને અહીં પ્રદેશ ભાજપના પોલીસી એન્ડ રિસર્ચના સભ્ય હિરલબેન દેસાઈના ઘરે મુલાકાત કરી ગોગા મહારાજના પણ આશીર્વાદ લીધા બાદ ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજી આગામી વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરી હતી.
ઊંઝા મતવિસ્તારના પ્રભારી ડૉ. રાજુલબેન દેસાઈની મુલાકાત વખતે ઊંઝા APMCના ચેરમેન દિનેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપમાંથી ભગાજી, નિલેશભાઈ, મહેશભાઈ, વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ, ઉપપ્રમુખ કાનજીભાઈ, પાલિકા પ્રમુખ જાગૃતિ બહેન, પુર્વ પ્રમુખ ગેમરજી, શહેર અને જિલ્લા અને તાલુકાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક નગરી વડનગરમાં પધારેલા રાજુલબેન દેસાઈએ પ્રથમ અહીંના મહિલા અગ્રણી હિરલબેન દેસાઈના ઘરે મહેમાનગતિ માણી હતી. જ્યાં હિરલબેનના પતિ ભુવાજી પીન્ટુભાઇ દેસાઈ તેમજ તેમના માતૃશ્રી લાડકી બેને રાજુલબેન દેસાઈનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ-વડનગર