કલોલ નગરપાલિકામાં એકી સાથે 9 નગરસેવકોએ કેમ આપ્યાં રાજીનામાં, આંતરિક વિખવાદ ચરમસીમા પર 

શેર કરવા અહીં ક્લિક કરો.

કલોલ નગરપાલિકામાં ભાજપના આંતરિખ વિખવાદમાં 11 વોર્ડના 9 કોર્પોરેટરોએ રાજીનામું આપી દીધું છે

અગાઉ નવા પ્રમુખ શૈલેશ પટેલની વરણી થઈ હતી. ત્યારે પણ આજ કોર્પોરેટરોએ રાજીનામુ આપ્યું હતું પણ ત્યારે સંગઠન એ મનાવી લીધા હતા

ગરવી તાકાત, કલોલ તા. 30-  PM મોદી હાલમાં ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે વડાપ્રધાન અંબાજીમાં દર્શન કરીને બાદમાં મહેસાણાના ખેરાલુ પહોંચ્યા હતા. અહીં તેમણે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. એકબાજુ PM ગુજરાતમાં છે ત્યાં ભાજપમાં ભંગાણીની ઘટના સામે આવી છે. કલોલ નગરપાલિકામાં ભાજપના આંતરિખ વિખવાદમાં 11 વોર્ડના 9 કોર્પોરેટરોએ રાજીનામું આપી દીધું છે. ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપના નેતાઓ મેદાને ઉતર્યા છે.

11 વોર્ડના 9 સભ્યો નારાજ

કલોલ નગરપાલિકામાં 11 વોર્ડના 44 સદસ્યો હતા. જેમાં ભાજપના 33 સદસ્યો હતા, જેમાં 9 જેટલા સદસ્યોએ નારાજ થતા રાજીનામુ ધરી દીધું હતું. અગાઉ નવા પ્રમુખ શૈલેશ પટેલની વરણી થઈ હતી. ત્યારે પણ આજ કોર્પોરેટરોએ રાજીનામુ આપ્યું હતું પણ ત્યારે સંગઠન એ મનાવી લીધા હતા. પણ એ બાદ ચેરમેનની વરણી બાકી હતી, જ્યાં આજે ચેરમેન તરીકે પ્રકાશ વર્ઘડેની નિમણુંક થતા ફરી રાજીનામુ ધર્યું છે.

વિપક્ષે ઉઠાવ્યા ભાજપ પર સવાલ

ત્યારે આ કલોલ પાલિકા અગાઉની જેમ નારાજ કોર્પોરેટર મનાવી લેશે કે રાજીનામા સ્વીકારશે જે આજે બોર્ડની બેઠકમાં નિર્ણય થશે. ત્યારે આ તકને ઝડપીને કલોલ નગરપાલિકાના વિપક્ષ નેતા શાર્દુલા ખાને પઠાણે કહ્યું કે, ભાજપના કોર્પોરેટરને લોકોની નથી પડી ફક્ત સત્તાની લાલચ છે. આ હોંશિયાર અને કેપબલ પાર્ટીની સત્તા માટેની ઘેલછા સામે આવી છે. કોંગ્રેસ સભ્યો એ અગાઉના બોર્ડમાં વેરા વધારાનો વિરોધ કર્યો હતો, એની નોંધ પણ પાડી નથી. અમે બોર્ડનો વિરોધ કરી બહિષ્કાર કર્યો છે.

કલોલમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કલોલ નગરપાલિકામાં કારોબારી ચેરમેનના વિવાદમાં ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. ભાજપના 9 કોર્પોરેટરોએ રાજીનામું આપી દેતા શહેરનું રાજકારણ ગરમાયું છે. ગાંધીનગરના કલોલમાં એક પછી એક કુલ 9 કોર્પોરેટરોના રાજીનામા પડ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંકથી રોષે ભરાયેલા કોર્પોરેટરોએ આ પગલું ભર્યું છે. સાથે જ નગરપાલિકાના પ્રમુખ સામે પણ નારાજગી દાખવી છે.

કલોલ નગરપાલિકામાં ભાજપનું શાસન છે. ત્યારે ફરી એકવાર કલોક નગરપાલિકામાં આંતરિક કલેહ સામે આવ્યો છે. અગાઉ પ્રમુખની વરણી વખતે પણ કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા હતા. તે સમયે સમજાવીને રાજીનામા પરત લેવાયા હતા. ત્યારે ફરી એકવાર જનરલ બોર્ડની બેઠક પહેલાં જ રાજીનામાથી ખળભળાટ મચી ગયો છે. કલોલ નગરપાલિકા માં 11 વોર્ડ ના 44 સદસ્યો હતા, જેમાં બીજેપીના 33 સદસ્યો હતા. તેમાંથી 9 જેટલા સદસ્યોએ નારાજ થતા રાજીનામુ ધરી દીધું હતું. અગાઉ નવા પ્રમુખ શૈલેષ પટેલની વરણી થઈ હતી ત્યારે પણ આજ કોર્પોરેટરો રાજીનામુ આપ્યું હતું. પણ ત્યારે સંગઠને તમામને મનાવી લીધા હતા.

પણ એ બાદ ચેરમેનની વરણી બાકી હતી, જ્યાં આજે ચેરમેન તરીકે પ્રકાશ વર્ઘડેની નિમણુંક થતા ફરી રાજીનામુ ધર્યું છે. ત્યારે આ કલોલ પાલિકા અગાઉની જેમ નારાજ કોર્પોરેટર મનાવી લેશે કે રાજીનામા સ્વીકારશે જે આજે બોર્ડની બેઠકમાં નિર્ણય થશે. ભાજપના આ આંતરિક વિવાદ અંગે વિપક્ષના નેતા શાર્દુલા ખાન પઠાણે જણાવ્યું કે, કલોલ નગરપાલિકામાં કારોબારી ચેરમેન વિવાદ ચરમસપાટીએ પહોંચ્યો છે. ભાજપના કોર્પોરેટરોને લોકોની પડી નથી, માત્ર સત્તાની લાલચ છે. આ હોશિયલ અને કેપેબલ પાર્ટીની સત્તા માટેની ઘેલછા છે.

કલોલ નગરપાલિકાના રાજીનામું આપનારા કોર્પોરેટર 

1 મનુભાઈ પટેલ
2 ભુપેન્દ્ર પટેલ
3 જીતુભાઇ પટેલ
4 પ્રદીપ સિંહ
5 અનિલ ભાઈ
6 હીના બેન
7 ચેતન કુમાર
8 કેતન શેઠ
9 દિનેશ પટેલ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.