અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

કોણ બનશે મંત્રી? ગુજરાતમાંથી માંડવિયા અને પાટીલને આવ્યો ફોન, આ નામ પણ ચર્ચામાં

June 9, 2024

જરાતમાંથી મનસુખ માંડવિયા અને સીઆર પાટીલને ફોન આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત અમિત શાહ, એસ.જયશંકર પણ મંત્રી બનશે તેવી અટકળો તેજ છે

હાલ દેશભરમા એક જ વાતની ચર્ચા થઈ રહી છે. મોદીની નવી સરકારમાં કોને મંત્રીપદ મળશે. એનડીએની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે, ત્યારે હવે સૌની નજર મંત્રી બનવા પર છે. મંત્રીપદ માટે અનેક નેતાઓ રેસમાં છે, પરંતું કોને કોને મંત્રી બનાવાય છે તે મહત્વનું છે. હાલ સંભવિત મંત્રીઓને દિલ્હીથી ફોન થઈ રહ્યં છે. ત્યારે ગુજરાતમાંથી કયા નેતાઓને મંત્રીપદની લોટરી લાગે છે તે મહત્વનં છે. આ વચ્ચે ગુજરાતમાંથી મનસુખ માંડવિયા અને સીઆર પાટીલને ફોન આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત અમિત શાહ, એસ.જયશંકર પણ મંત્રી બનશે તેવી અટકળો તેજ છે. આ ઉપરાંત ગુજરાતના મહિલા સાંસદ નીમુબેન બાંભણિયાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. જોકે, આ વખતે પરસોત્તમ રૂપાલાનું પત્તુ કપાય તેવી શક્યતા છે.

gujarat_delhi_zee.jpg

નવી મોદી સરકારમાં ગુજરાતથી કેટલાક સાંસદોને મંત્રીપદ મળી શકે છે. અમિત શાહને ફરી મોટી જવાબદારી મળી શકે છે. તો મનસુખ માંડવિયાને ફરી મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત સી. આર. પાટીલને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જોકે, આ વચ્ચે સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને ફોન આવ્યો હોવાની ચર્ચા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને દિલ્હીથી ફોન આવ્યો છે. ગુજરાત ભાજપ સંગઠન બાદ હવે કેન્દ્રની સરકારમાં સી. આર. પાટીલને મોટી જવાબદારી મળી શકે છે. પાટીલ નવસારીથી સાડા સાત લાખ કરતા વધારે મતથી જીત્યા છે. તેઓ નવસારીથી ચોથીવાર સાંસદ બન્યા છે. હાલ પાટીલ પીએમ આવાસ પર પહોંચ્યા છે.

તો બીજી તરફ, પોરબંદરના સાંસદ ડૉ.મનસુખ માંડવીયા ફરીથી કેન્દ્રમાં મંત્રી બને તેવી શક્યતા છે. ડો.મનસુખ માંડવીયાને ફોન કરી જાણ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી તરીકે લેવામાં આવતા શુભેચ્છાઓ આપવા આગેવાનો પહોંચ્યા છે. દિલ્હી ખાતે પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા સહીત આગેવાનોએ દિલ્હી ખાતે મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ આપી હતી. આ વચ્ચે નવું નામ જે ચર્ચામાઁ છે તે ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા છે.

ઉલ્લેખનીય છે કે, આજે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. આજે સાંજે સવા સાત કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી અને તેમનું મંત્રી મંડળ શપથ લેશે. આજનો દિવસ ખાસ એટલા માટે છે, કારણ કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર પીએમ બની ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. જવાહરલાલ નહેરુ પછી પ્રધાનમંત્રીના પદ માટે હેટ્રિક કરનાર નરેન્દ્ર મોદી પહેલા નેતા છે. પ્રધાનમંત્રીની સાથે ક્યા ક્યા સાંસદો મંત્રી પદની શપથ લે છે તેના પર પણ સૌની નજર છે. મળતા અહેવાલો પ્રમાણે મોદી કેબિનેટમાં આ વખતે અનુભવી અને યુવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળી શકે છે. શપથ ગ્રહણ પહેલા શનિવારે ભાજપની મહત્વની બેઠક મળી હતી. જેમાં કેબિનેટના નામો પર ચર્ચા કરવામાં આવી. ભાજપે સહયોગી દળની ઈચ્છા પણ પુછી છે. અને સર્વ સમાવેશી કેબિનેટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
12:46 pm, Jan 25, 2025
temperature icon 28°C
clear sky
Humidity 22 %
Pressure 1014 mb
Wind 6 mph
Wind Gust Wind Gust: 5 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:23 am
Sunset Sunset: 6:21 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0