ઊંઝા માર્કેટયાર્ડની ફાઈલ તસવીર
ઊંઝા માર્કેટયાર્ડની ફાઈલ તસવીર

ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 100 ટકા, વેપારી વિભાગમાં 94.11 ટકા મતદાન ધારાસભ્ય આશાબેન પટેલના સમર્થકની વિકાસ પેનલ અને પૂર્વ ધારાસભ્યના પુત્ર ગૌરાંગ પટેલ જૂથની વિશ્વાસ પેનલ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ ખેલાયો

ગરવીતાકાત ઊંઝા/મહેસાણા: પ્રતિષ્ઠાભરી ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરની રવિવારે યોજાયેલી હાઇ વોલ્ટેજ ચૂંટણી યોજાઈ હતી. જેનું સોમવારે સવારે મતપેટીઓ ખુલતા આ ઉમેદવારોનું સહકારી ભાવિ નક્કી કરશે. ખેડૂત વિભાગમાં 100 ટકા, વેપારી વિભાગમાં 94.11 ટકા મતદાન થયું હતું. ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા હાંસલ કરવા ભાજપના જ બે જૂથ વચ્ચે માર્કેટયાર્ડ કબજે કરવા મેદાને પડ્યા છે. સત્તાધારી પક્ષ ગૌરવ પટેલ સત્તા જાળવી રાખવા વિશ્વાસ પેનલ અને ભાજપના જ ધારાસભ્ય આશાબેનના સમર્થક દિનેશ પટેલ વિકાસ પેનલના કુલ 22 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે.

રવિવારે સવારે 9 કલાકે એપીએમસી બોર્ડ ઓફ ડિરેકટર ની ચૂંટણી નો 3 બુથ માં ચૂંટણી વ્યવસ્થા હતી,વેપારી વિભાગ નું મતદાન ઊંઝા એપીએમસી ભોજનાલય માં બે બુથ માં 8 બેઠક ઉપર 16 ઉમેદવાર અને 1631 મતદાર હોય રખાયું હતું,જ્યારે વેપારી વિભાગ ની 04 બેઠક 313 મતદાર અને 6 ઉમેદવાર નું બુથ ઊંઝા એપીએમસી ના પ્રથમ મળે સભા હોલ માં રખાયું હતું. ભાજપના જ બંન્ને જુથોએ સીધા કેમ્પથી મતદારોને લક્ઝરીમાં તબક્કવાર એપીએમસી મતદાનમથકે લવાયા હતા. અસહ્ય ગરમીના માહોલમાં યોજાયેલ મતદાન બાદ હાઇવોલ્ટેઝ ચૂંટણીમાં હવે રાજકીય, સહકારી આગેવાનોની નજર સોમવારે આવનાર પરિણામ પર મંડરાઇ છે.

ભાજપ ધારાસભ્ય ડો.આશાબેન પટેલ એ પોતાના સમર્થક વિકાસ પેનલ જંગી બહુમતી થી જીતશે તેમજ એપીએમસીનું સાશન સુવ્યવસ્થિત તેમજ સુપેરે સંભાળી વિકાસ ની હરણફાળ ભરી વેપારીઓ અને ખેડૂત માટે વિશ્વમાં એક નામના મેળવી છે એજ વિશ્વાસ થી અમો એ ઝંપલાવ્યું છે વિજય અમારો જ થશે.

વેપારી વિભાગના 313 ઉમેદવાર માંથી 260 આ.ન.260/626 માં રણછોડપુરાના પટેલ રામાભાઈ શંકરલાલ લખેલું હતું,જયારે ઓળખપત્રમાં પટેલ રામાભાઈ મોહનભાઇ હોવાથી મત કેન્સલ રહ્યો હતો,જ્યારે વેપારી વિભાગ મતદાર યાદી ઉપેરા ના 12/46 ઠાકોર પ્રતાપજી મોહનજી મૃત હોવાથી એમનો પણ મત કેન્સલ રહ્યો હતો,કુલ બે મત વેપારી વિભાગમાં કેન્સલ રહ્યા હતા.એક મતદારે નામ ન દેવાની શરતે કહ્યું કે એક મતદાર લાખનો હતો, ઉપરાંત પીકનીક ટુર લટકામાં, મતદારોને ચૂંટણી ટાણે જ ભૂગર્ભમાંથી બહાર કાઢી મતદાન સ્થળે ખાનગી વાહનમાં મતદાન સમયે જ જેમ વારો આવે તેમ લાવતા હતા. કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ચૂંટણી અધિકારી પ્રતિકભાઈ ઉપાધ્યાય એ સઘન પોલીસ બંદોબસ્ત સુરક્ષાના ભાગરૂપે ગોઠવ્યો હતો.

Contribute Your Support by Sharing this News: