મોનસુન સત્રનુ બીજુ અઠવાડીયુ પણ ચર્ચા વગર સમાપ્ત થવા જઈ રહ્યુ છે. એવામાં પેગાસસગેટ, મોંઘવારી, ક્રુડ ઓઈલના ભાવ પર વિપક્ષ ચર્ચાની માંગ કરી રહ્યુ છે ત્યારે સરકાર તેને લઈ ચર્ચા કરવા તૈયાર નથી એવો આરોપ રાજ્યસભાના સાંસદ શક્તિસીંહ ગોહીલે લગાવ્યો છે. જેમાં તેમને કહ્યુ હતુ કે, સરકાર ઈચ્છે છે કે, સંસદમાં માત્ર બીલ જ પસાર થવા જોઈયે પરંતુ જનતાના મુદ્દા પર ચર્ચા થવી જોઈયે નહી.