મોટી દાઉની સીમના નવીન સર્વે નં. 302 વાળી ગૌચરની જમીન પર સર્વે નં. 303ના માલિકોનો અડીંગો
મોટી દાઉ ગામે કરોડોની ગૌચર પર ભૂમાફિયાઓનો કબજો
ભૂમાફિયા અબોલ જીવોની ગૌચર જમીન પચાવવામાં પણ પાછી પાની કરતાં નથી
મોટી દાઉ ગામે આવેલી ગૌચરની સર્વે નં. 302વાળી જમીન પર વરંડો તાણી બાંધવામાં આવ્યોં છે.
મોટી દાઉ ગામે જ આવેલી ગૌચરની સર્વે નં. 305 વાળી જમીન પર પાર્કિગ તાણી બાંધવામાં આવ્યું
ગ્રામ્ય વિસ્તારોની સોનાની લગડી જેવી કરોડોની જમીન દસ્તાવેજ સાથે ચેડાં કરીને પચાવી પાડવાનું ભૂમાફિયાઓ દ્વારા સુવ્યવસ્થિત કૌભાંડ
ગરવી તાકાત, મહેસાણા તા. 23 – મહેસાણાના મોટીદાઉ ગામમાં આવેલી ગૌચરની જમીન પર પણ ભૂમાફિયાઓ દ્વારા કબજો જમાવવામાં આવ્યોં છે. જેમાં જેમાં મોટી દાઉના ગ્રામજનો દ્વારા મોજે મોટી દાઉ તા.જિ.મહેસાણાની સીમના જુના સર્વે નંબર 1155/2 પૈકીના બ્લોક નં. 1006/1 પૈકી 2 ના નવીન સર્વે નં. 302 વાળી ગૌચરની જમીન પર સર્વે નં. 303ના માલિકો મનુભાઇ ખોડીદાસ ચોકસી, પ્રફુલભાઇ, નરેન્દ્રભાઇ તથા તેમના પરિવારના અન્ય સભ્યો દ્વારા ખોટા લે-આઉટ પ્લાન મંજુર કરાવી લે-આઉટ પ્લાનના આધારે મોટી દાઉ ગામે આવેલી સર્વે નં. 302વાળી ગૌચરની જમીન પર ગેરકાદેયસર કબજો જમાવી દઇ જમીન હડપ કરી લેવાનો કારસો રચવામાં આવ્યોં છે.

આ બાબતે મોટીદાઉ ગામના ગ્રામજનો દ્વારા ભૂમાફિયાઓ પર લગામ કસવા માટે મહેસાણા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સહિતના દ્વારા ખખડાવ્યાં પરંતુ કોઇ સરકારી બાબુ આ ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા તૈયાર નથી. ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી પડેલી ગૌચર જમીન તેમજ મૂળ જમીનના માલિકોની જાણ બહાર તેમની જમીન પર કોઇ તરાપ ન મારી શકે તે માટે લેન્ડીંડ ગ્રેબિબનો કાયદો લાવી પરંતુ મહેસાણા તાલુકાના મોટીદાઉની ગૌચરની જમીનની હાલત જો તાં તો એમ લાગ્યું રહ્યું છે કે ક્યાંકને ક્યાંક કાયદાને પણ પહોંચી વળે તેવા ભૂમાફિયાઓ મહેસાણા જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય થયા હોય તેવી પ્રતિતિ થઇ રહી છે.
આગામી સમયમયાં મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બનવા તરફ જઇ રહી છે ત્યારે મહેસાણા શહેર સહિત આસપાસના ગામડાઓના ભાવ પણ આસમાનને આંબશે. મહેસાણાની હદમાં જેમ જેમ નવા વિસ્તારો ઉમેરાતા જાય છે તેમ તેમ તેની નજીકના ગ્રામ્ય વિસ્તારોની સોનાની લગડી જેવી કરોડોની જમીન દસ્તાવેજ સાથે ચેડાં કરીને પચાવી પાડવાનું ભૂમાફિયાઓ દ્વારા સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે. આશ્વર્યની વાત એ છે કે આ ષડયંત્રમાં કેટલાક સરકારી અધિકારીઓ અને તલાટીઓ પણ સામેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિદોર્ષ અબોલ જીવોની પશુઓના ગૌચર માટે જે તે સમયે ફાળવેલી કરોડો રૂપિયાની જમીન હડપ કરવા માટે ચોક્કસ ભૂમાફિયા કાર્યરત છે.
.jpg)
મોટી દાઉ ગામે આવેલી ગૌચરની સર્વે નં. 302વાળી જમીન પર વરંડો તાણી બાંધવામાં આવ્યોં છે. આ ઉપરાંત મોટી દાઉ ગામે જ આવેલી ગૌચરની સર્વે નં. 305 વાળી જમીન પર પાર્કિગ તાણી બાંધવામાં આવ્યું છે. ખાસ મહત્વની બાબત એ છે કે મોટી દાઉના ગામના નમૂના નંબર 7માં જુનો બ્લોક સર્વે નંબર 1006/1 પૈકી 2 જુના સરવે નંબરને લગત નોંધ નંબર 2329 તા.જિ.મહેસાણા મોટી દાઉ ગામે સર્વે નં. 302ની જમીનનો પ્રકાર ગૌચર દર્શાવવામાં આવ્યોં છે જે ડીએલઆર દ્વારા કરવામાં આવેલી પ્રમોલગેશન નોંધ નં. 8287ના રોજ તા. 29/9/2017ના રોજ નોંધ પાડેલી છે. આમ છતાં ભૂમાફિયાઓને જાણે લેન્ડ ગ્રેબીબ કાયદાનો જાણે કોઇ ડર જ ન હોય તેમ બેખોફ થઇ સરકારી પડતર જમીનો તેમજ ગૌચરની જમીનો પર પોતાનું સામ્રાજ્યા ઉભુ કરવામાં લાગી ગયા છે. ત્યારે આ બાબતે મહેસાણા જિલ્લા કલેકટર મોટી દાઉ ગામે આવેલી આ ગૌચરની જમીન પર ગેરકાદેસર જમાવેલા કબજા પર કોઇ એકશન લઇ આ બાબતનો રીપોર્ટ પ્રાંત કે મામલતદારને સોંપવાનો હુકમ કરશે કે કેમ તે જોવું રહ્યું… બાકી આગે આગે દેખો હોતા હૈ ક્યાં………..
સૂત્રોના જણાવ્યાઅનુસાર કલેકટર કચેરી અને પોલીસને ભૂમાફિયાઓથી ત્રસ્ત લોકોની અરજીઓ આવે છે. જો કે ૯૦ ટકા કિસ્સામાં તો જમીનમાલિક અરજી પણ કરતા નથી. કારણકે ઘણીવાર ભૂમાફિયાઓ તેમના લાગતા વળગતા દ્વારા કયારેક ધમકી પણ આપતા હોય છે. અમુક કિસ્સામાં કોર્ટ કેસ થવાના કારણે વર્ષો સુધી ચૂકાદો ન આવે તેના કારણે કરોડો રૂપિયાની જમીન સલવાઇ જાય તેથી કોર્ટની બહાર લાખો રૂપિયા ચૂકવીને ભૂમાફિયાઓથી પીછો છોડાવી લેતા હોય છે. કયારેક ખુદ પોલીસ અધિકારીઓ પણ ફરિયાદીને સમાધાન કરી લેવા માટે જણાવી દેતા હોય છે. પોલીસ, ભૂમાફિયાઓ, સરકારી બાબુઓ અને તલાટીઓની ચોપાટના આ કૌભાંડી તરકટના કારણે અત્યાર સુધી અનેક લોકોને કરોડો રૂપિયા ચૂકવવા પડયા છે. કલેકટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારી કે તાલુકા વિકાસ અધિકારી કે પછી પોલીસમાં અરજી કરવામાં આવે તેનું શું થાયે છે તેની કોઇને જાણ થતી નથી અને કેસ ફાઇલ થઇ જાય છે.


