વડનગર શહેર માં મધરાતે કોને મચાવ્યો આંતક રહીશોમાં ખોફ !.

શેર કરવા અહીં ક્લિક કરો.

— કાચ ફોડતી ગેંગને પકડવા માટે પોલીસને રજૂઆત કરાઇ :

ગરવી તાકાત મહેસાણા :  વડનગરમાં શુક્રવારે મધરાત્રે કેટલાક શખ્સોએ વિવિધ વિસ્તારોમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડી આતંક મચાવતાં રહીશોમાં ફફડાટ ફેલાયો. ભોગ બનનારા વાહનચાલકોએ પોલીસને રજૂઆત કરી તત્વોને ઝડપી લેવા રજૂઆત કરી. વડનગરના અર્જુનબારી દરવાજા, સુસકોણના માઢ નજીક, બારોટી બજાર, સેંભરવાડા દરવાજા નજીક મધરાત્રે અજાણ્યા શખ્સોએ ગાડીઓના કાચની તોડફોડ કરી હતી.

સવારે જાણ થતાં વડનગર પોલીસ મથકે દોડી ગયેલા વાહન માલિકો સહિત આવા તત્વો સામે પગલાં ભરવા માંગણી કરી. ઉલ્લેખનિય  કે, 4 દિવસ અગાઉ પણ સિવિલ હોસ્પિટલની શબવાહિનીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાય તેવી રહીશોએ માંગ ઉચ્ચારી.

તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ – વડનગર

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.