ગરવી તાકાત સરસ્વતી પાટણ : સરસ્વતી તાલુકામાં આવેલ વહાણા ગામ ની વિદ્યાર્થીની તેજલબેન વિરચંદભાઈ જે કોઇટા શાળાએ અભ્યાસ કરે છે.ત્યારે આ દિકરી ઘરેથી નીકળી ત્યારે ઠાકોર જીવણજી ઉર્ફે જેટાજી લાડજી નામના વિકૃત માનસિકતા ધરાવતા ઇસમેં આ દીકરી રસ્તામાં રોકીને તેની પાસે ખોટી માંગણી કરી હતી.
દીકરીએ તેનો વિરોધ કરતા તે ઉશ્કેરાઈ જઈને આ દીકરી ઉપર છરી વડે હુમલો કર્યો હતો. અને તે લોહીલુહાણ હાલતમાં પડી ગઈ હતી. ધોરણ-૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને હાલ ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ત્યારે આ આખી ઘટનાની જાણ નવસજઁન ટ્રસ્ટ પ્રમુખ અને સામાજિક કાર્યકર નરેન્દ્ર પરમાર ને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.ત્યારબાદ તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ હાલમાં ફરિયાદ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે.તેમજ વાગડોદ પીએસઆઈ તેમજ ડીવાયએસપી સાથે એસ.ટી એસ.સી સેલ સાથે પણ આ ઘટનાની ચર્ચા કરવામાં આવી છે.
અને પરિવારને કોઇ પણ જરૂર પડે તો તાત્કાલિક તેમને સહકાર આપવા માટે સમાજના લોકો હાજર બેઠા છે.તો બીજી બાજુ આ ઘટનાને લઇને સમગ્ર સમાજમાં આક્રોશની લાગણી છે.અને આરોપીને કડકમાં કડક સજા થાય તેથી આવી ઘટનાઓ કરતા સામાજિક તત્વો પણ આવા પગલા ના ભરે શકે તેવી દરેક સમાજની માંગણી છે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ