અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ગુજરાત લોકસભાની 26 બેઠકો માટે કયા ઉમેદવારો જાહેર, કોણ ક્યાંથી લડશે ચૂંટણી 

March 13, 2024

ભાજપે પ્રથમ યાદીમાં રાજ્યની 15 લોકસભા બેઠકો માટે પોતાના ચહેરા નક્કી કર્યા

પાર્ટીએ 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે અને પાંચ સીટો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા

કોંગ્રેસે પણ પોતાના 7 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા

ગરવી તાકાત, મહેસાણા તા. 13 – ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત શરૂ થઈ ગઈ છે. ભાજપે પ્રથમ યાદીમાં રાજ્યની 15 લોકસભા બેઠકો માટે પોતાના ચહેરા નક્કી કર્યા છે. પાર્ટીએ 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે અને પાંચ સીટો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે પણ પોતાના 7 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આજકાલમાં ભાજપની બીજી યાદી જાહેર થાય તેવી પૂરી સંભાવના છે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો છેલ્લી 2 ટર્મથી ભાજપ પાસે છે. ભાજપની હેટ્રીક અટકાવવા માટે આ ચૂંટણીમાં આપ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે.  

 

મહેસાણા જિલ્લામાં 162 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે વહિવટી ધમધમાટ શરૂ

 

ચૂંટણી પહેલાં ગુજરાતમાં જામી રહ્યો છે માહોલઃ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં હવે માહોલ જામી રહ્યો છે. ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં પાંચ બેઠકોમાં ફેરફાર કરીને નવા ચહેરાઓને તક આપી છે. પાર્ટીની પ્રથમ યાદીમાં બે મહિલાઓને ટિકિટ મળી છે. કોંગ્રેસે I.N.D.I.A એલાયન્સ હેઠળ આમ આદમી પાર્ટી (AAP)ને બે બેઠકો આપી છે. જેમાં ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. પાર્ટીએ ભરૂચના ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગર બેઠક પરથી ટિકિટ આપી છે. કોંગ્રેસે માત્ર સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજ્યની 26 બેઠકો માટે કુલ 24 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે સાત ઉમેદવારોમાંથી બે વર્તમાન ધારાસભ્યો ગેનીબેન ઠાકોર અને અનંત પટેલને ટિકિટ આપી છે. પોરબંદરથી લલિત વસોયા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, બારડોલીથી સિદ્ઘાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમ ભરત મકવાણા અને કચ્છથી નિતિશ લાલનને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે શુક્રવારે (8 માર્ચ) પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેરઃ
1 કચ્છ (SC) લોકસભા માટે ભાજપે વિનોદ ચાવડા તો કોંગ્રેસે નીતિશ ભાઈ લાલનનું નામ જાહેર કર્યું છે.
2 બનાસકાંઠામાં ભાજપે ડો. રેખાબેન ચૌધરી તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે.
3 પાટણ  લોકસભા પર ભાજપે ભરતસિંહ ડાભીનું નામ જાહેર કર્યું છે.
4 મહેસાણા – બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
5 સાબરકાંઠા -બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
6 ગાંધીનગર લોકસભા માટે ભાજપે અમિત શાહનું નામ જાહેર કર્યું છે.
7 અમદાવાદ પૂર્વ માટે ભાજપે દિનેશ મકવાણા સામે કોંગ્રેસે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું છે.  –
8 અમદાવાદ પશ્ચિમ (SC) માટે કોંગ્રેસે ભરત મકવાણાના નામની જાહેરાત કરી છે.
9 સુરેન્દ્ર નગર -બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
10 રાજકોટમાં ભાજપના ઉમેદવાર તરીકે પરષોત્તમ રૂપાલાના નામની જાહેરાત થઈ છે.
11 પોરબંદર સીટ પર ભાજપે મનસુખ માંડવિયા તો કોંગ્રેસે લલિત વસોયાના નામની જાહેરાત કરી છે.
12 જામનગરમાં ભાજપે પૂનમ માડમનું નામ જાહેર કર્યું છે.
13 જૂનાગઢ -બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
14 અમરેલી -બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
15 ભાવનગરમાં આપે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે.
16 આણંદમાં ભાજપે જૂના જોગી મિતેશ પટેલને ઉતાર્યા છે.
17 ખેડામાં ભાજપે દેવુસિંહ ચૌહાણના નામની જાહેરાત કરી છે.
18 પંચમહાલમાં ભાજપે રાજપાલ સિંહ જાધવને ટિકિટ આપી ચે.
19 દાહોદમાં ભાજપે (SC) જસવંતસિંહ ભાભોરનું નામ જાહેર કર્યું છે.
20 વડોદરા -બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
21 છોટા ઉદેપુર (ST) -બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
22 ભરૂચમાં ભાજપનાં મનસુખ વસાવા સામે આપે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે.
23 બારડોલીમાં ભાજપના (SC) પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપી છે.
24 સુરત -બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
25 નવસારીમાંથી ભાજપે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું નામ જાહેર કર્યું છે.
26 વલસાડ (SC) કોંગ્રેસે અનંત ભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપ પાસે તમામ 26 બેઠકો છેઃ
ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપ તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી રહ્યું છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને AAP 2024ની લોકસભા ચૂંટણી માટે I.N.D.I.A ગઠબંધનમાં લડી રહ્યા છે. ગઠબંધનમાં કોંગ્રેસને 24 અને AAPને બે બેઠકો મળી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી છ અનામત છે. તેમાંથી ચાર બેઠકો અનુસૂચિત જાતિ (ST) માટે અને બે બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં અહીં હેટ્રીક ફટકારવા માગે છે તો કોંગ્રેસ અને આપ મળીને ભાજપની હેટ્રીકમાં ગાબડા પાડવા માગે છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
2:46 am, Jan 24, 2025
temperature icon 14°C
clear sky
Humidity 42 %
Pressure 1014 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 9 mph
Clouds Clouds: 3%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:23 am
Sunset Sunset: 6:21 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0