“જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” ઓસ્ટ્રેલીયાના બ્રીસબેનમાં ગુજરાતી કોમ્યુનીટી દ્વારા દાંડીયા નાઈટ્સનુ ભવ્ય આયોજન કરાયુ !

શેર કરવા અહીં ક્લિક કરો.

અરદેશર ફરામજી ખબરદારની રચના “જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” ને ઓસ્ટ્રોલીયામાં રહેતી ગુજરાતી કોમ્યુનીટીએ સાર્થક કરી હતી. અમેરીકા, ઈંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રોલીયામાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે. ત્યારે ઓસ્ટ્રેલીયાના બ્રીસબેન શહેરમાં વસતા ગુજરાતીઓએ નવરાત્રીનુ ભવ્ય આયોજન કરી ધુમ મચાવી હતી. બ્રીસબેનની નવરાત્રીમાં 1500 થી પણ વધુ લોકોએ હીસ્સો લઈ ગરબાની રમઝટ મચાવી. જેમાં પુનમના દિવસે પણ દાંડીયા નાઈટ્સનુ આયોજન કરાયુ હતુ. 

ગુજરાતમાં તો આ વર્ષે પણ માત્ર શેરી ગરબાને પરમીશન હોવાથી પાર્ટી પ્લોટમાં નવરાત્રીનુ આયોજન થઈ શક્યુ નહોતુ. પરંતુ ઓસ્ટ્રેલીયાના ગુજરાતી કોમ્યુનિટી ક્વીન્સલેન્ડ (જી.સી.ક્યું) બ્રિસબેનના સભ્યોએ મળી દાંડીયા નાઈટ્સ 2021 નવરાત્રીનુ ભવ્ય આયોજન કર્યુ હતુ. અહિયાં નવરાત્રી સહીત પુનમના દિવસે પણ ગરબા યોજાયા હતા.  જેમાં પાર્થીવ ગોહીલ સાથે ગરબાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.  ઓસ્ટ્રેલીયાના બ્રીસબેન સહીત અનેક શહેરમાં ગુજરાતી કોમ્યુનીટી નવરાત્રીનુ આયોજન કરવામાં આવે છે. જ્યાં સરકારના કોવીડ ગાઈડ લાઈનનુ પાલન કરી આ નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.