આસપાસ ની કંપની ના cctv ફૂટેજ ચેક રવાનું શરૂ
ફોરેસ્ટ અને વાઈલ્ડ લાઈફ અધિકારીઓએ 10થી વધારે કંપનીઓના સીસીટીવી કેમેરા ચેક કર્યા
જૈમીન સથવારા : કડી તાલુકાના રાજપુર પાસે આવેલ ટોરેન્ટ ફાર્મા કંપની પાસે સોમવારની વહેલી સવારે ચડાસણા ગામ પાસેના પાટિયા નજીક થી મૃત હાલત માં દીપડો મળી આવતા તંત્ર દોડતું થયું હતું જોકે પ્રાથમિક તપાસ માં અજાણ્યા વાહનની ટક્કર વાગવાથી દીપડાનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જોકે હાલ માં સ્થાનિક ટિમો દ્વારા દીપડો કઇ દિશા માંથી આવ્યો એ શોધવા કવાયત શરૂ કરવામાં આવી છે.
કડી તાલુકા માં 15 વર્ષ દરમિયાન દીપડા ને મૃત હાલતમાં મળી અવની પ્રથમ ઘટના એ આસપાસના રહીશોને ભયના માહોલમાં મૂકી દીધા છે. જોકે હાલમાં મળતી માહિતી પ્રમાણે ગઈ કાલથી આજ સુધીમાં ટીમો તપાસ કરી રહી છે. જેમાં દીપડો કઇ દિશા માંથી આવ્યો એ અંગે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
સ્થાનિક અધિકારીઓ ના જણાવ્યા પ્રમાણે ઉત્તર અને દક્ષિણ દિશામાં તપાસ કરાઈ રહી છે. જ્યાં દીપડાનો મૃત દેહ મળ્યો તેની આસપાસની જગ્યા પર ચાલતા તપાસ કરી રહયા છીએ અને રોડ પર આવેલ 10 વધારે કંપનીના cctv ફૂટેજ આધારે પણ તપાસ ચાલુ છે. વધુમાં જણાવ્યું હતું કે ગઈ કાલે ઘટના સ્થળ પર લોકો ની અવર- જવરના કારણે દીપડા ના ફિંગર જોવા મુશ્કેલ બની રહ્યા છે જોકે દીપડો કઈ દિશા માંથી આવ્યો હતો એ અંગે આસપાસ તપાસ ચાલુ કરવામાં આવી છે