મહેસાણામાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના વેચાણ પર કાર્યવાહી ક્યારે ?

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્યમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેમ છતાં ઘણા વેપારીઓ આ દોરીને બહારની મંગાવી વેચાણ કરી રહ્યા છે. હવે જ્યારે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વેપારીઓએ પ્રતિબંધીત દોરીનુ ધુમ વેચાણ શરૂ કરી દીધુ છે. જેમાં મહેસાણા જીલ્લામાં અનેક વેપારીઓ દ્વારા ખાનગીમાં આ દોરીનુ વેચાણ થતુ હોવાનુ સામે આવ્યુ છે.

રાજ્યમાં ઉત્તરાયણનો તહેવાર ધામ-ધુમથી મનાવવામાં આવે છે. પરંતુ આ તહેવાર દરમ્યાન અનેક પક્ષીઓ તથા માનવોની જીંદગી પણ હોંમાતી હોય છે. જેથી રાજ્ય સરકાર દ્વારા ઘાતક ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ વેપારીઓ બહારથી પ્રતિબંધિત દોરી લાવીને રાજ્યમાં ધુમ વેચાણ કરી રહ્યા છે. જેમાં આ દોરી પર વેપારીને 3 ઘણુ માર્જીન મળતુ હોવાથી વેપારીઓ રાજ્ય સરકાર અને હાઈકોર્ટના આદેશની અવહેલના કરી ગેરકાનુની રીતે વેચાણ કરી રહ્યા છે. મહેસાણાના અનેક વેપારીઓ પણ પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરીનુ બેફામ વેચાણ કરી રહ્યા છે. આ પ્રતિબંધીત દોરીથી અનેક પક્ષીઓ તથા માનવોની જીંદગી જોખમાવાની સંભાવના છે.

સરકારના એક આદેશ અનુસાર ચાઇનીઝ  દોરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ચાઇનીઝ માંજા, તુક્કલનું વેચાણ, વપરાશ અને સંગ્રહ  કરવો એ કાયદાની રૂએ પણ ગુનો બને છે. તેમ છતા મહેસાણામાં અનેક સ્થળો પર બેરોકટોક વેચાણ થઈ રહ્યુ છે. જો આ મામલે જીલ્લા તંત્ર યોગ્ય પગલા ભરી તપાસ કરે તો મહેસાણામાંથી પ્રતિબંધીત દોરીનો વેપાર કરતાં અનેક ગુનેગારો પકડાઈ શકે તેમ છે. ગરવી તાકાતની અપીલ છે કે, મહેસાણાનુ તંત્ર પ્રતિબંધીત દોરીનુ વેચાણ કરતાં વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરે જેથી અસંખ્ય પક્ષીઓની જીંદગી હોમાંતા બચી જાય તથા માનવ જીંદગીને પણ આ ઘાતક દોરીથી સંભવીત હાની પહોંચે નહી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.