પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવે ઐતિહાસિક સપાટી કૂદાવી, ૧ મણના રૂ. 440થી 786ના ભાવ પડ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત પાટણ : એપ્રિલ માસની શરૂઆત થતાંની સાથે જ બારમાસી ખાદ્યપદાર્થોની ચીજવસ્તુઓ ભરવાની સીઝનની શરૂઆત થઈ જાય છે. ખાસ કરીને ચૈત્ર માસના પ્રારંભે જ મરી મસાલા સહિત કઠોળ, ચોખા અને ઘઉં ભરવાનો પ્રારંભ થઈ જતો હોય છે. જેને લઈ પાટણ નવાગંજ માર્કેટયાર્ડ ખાતે ઘઉંની મબલખ આવકો જોવા મળી રહી છે. માર્કેટયાર્ડમાં બુધવારે વહેલી સવારથી જ ખેડૂત દ્વારા લવાયેલા ઘઉંની જાહેર હરાજીમાં એક મણ ઘઉના ઐતિહાસિક રૂ.

786ના ભાવ બોલાતા સુધી બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આજે માર્કેટ યાર્ડમાં ઘઉની ૧૮૧૦ બોરીની આવક થઇ હતી જે અગાઉના દિવસો કરતા ઘટતા તેમજ લોકલ માકર્ટે તેમજ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે વિદેશમાં પણ ભારતના ઘઉની નિકાસ વધતા આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

સમગ્ર ઉત્તર ગુજરાત સહિત પાટણ જીલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારીત છે. ગત વર્ષે તેમજ શિયાળામાં પ્રમાણસર ઠંડી પડતા ખેડૂતો દ્વારા રવિપાકનું ઉત્પાદન કરવામાં આવ્યુ હતું. જો કે ગત વર્ષે ચોમાસુ નિષ્ફળ જવાના કારણે ઘઉં સહિત અન્ય રવિપાકોના વાવેતરમાં મહદઅંશે ઘટાડો જોવા મળ્યો હતો. જિલ્લાની 18 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતું. જે ગત વર્ષની સરખામણીએ ઓછુ નોંધાવા પામ્યું છે. ચાલુ વર્ષે ઘઉંની આવકમાં મહદઅંશે ઘટાડો નોંધાયો છે.હાલમાં પાટણના નવા ગંજ માર્કેટયાર્ડમાં ઘઉંની ૧૮૧૦ બોરીની આવક થઈ રહી છે.

જ્યારે ગત વર્ષે એપ્રિલ માસની શરૂઆતમાં રોજની 4થી 5 હજાર બોરીની આવકો થઈ રહી હતી. ગત વર્ષે માર્કેટયાર્ડમાં એક મણ ઘઉંના ભાવ રૂ. 350થી 500 જેટલા હતા. તેની સરખામણીમાં ચાલુ વર્ષે ઘઉંની આવકો ઘટતા ભાવમાં ઉછાળો આવ્યો છે અને એક મણ ઘઉંના ભાવ રૂ. 440થી 786 છે. જે ગત વર્ષની સરખામણીએ મણ દીઠ રૂા. 200થી 300નો વધારો જોવા મળી રહ્યો છે.

નવા ગંજ માર્કેટયાર્ડમાં બુધવારે થયેલી જાહેર હરાજીમાં સારી ક્વોલીટીના ઘઉંના ભાવ મણદીઠ રૂ. 440થી 786 સુધી બોલાતા રાજ્યમાં અત્યાર સુધીનો આ સૌથી વધુ ઐતિહાસિક ભાવ હોવાનું મનાય છે. પાટણ માર્કેટયાર્ડના સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર પાટણ માર્કેટયાર્ડમાં ભૂતકાળમાં અત્યાર સુધી 700થી ઉપર ઘઉંના ભાવ પડ્યા નથી. ત્યારે હાલમાં રૂ. 786ના ભાવ પડતા ઘઉંએ ઐતિહાસિક સપાટી પાર કરી છે.

તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ — પાટણ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.