ડેટા પ્રાઈવેસીને લઈ WhatsAppએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો- કેન્દ્ર સરકારે ઉઠાવ્યો વાંધો

શેર કરવા અહીં ક્લિક કરો.

વોટ્સએપના ડેટા શેર કરવા બાબતે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, સરકાર પ્રાઈવસીના અધિકારને સમજે છે પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની પણ જવાબદારી સરકારની જ છે. સોશિયલ મીડિયા રૂલ્સનું પાલન કરાવવું રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે.

રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા કરી હતી કે, સરકાર રાષ્ટ્રીય સુરક્ષા માટે તમામ પગલાઓ ભરી રહી છે નહીં કે વ્હોટ્સેપ બંધ કરવા માટે. સરકાર જે નિયમો બનાવી રહી છે તેનાથી વ્હોટસેપના સામાન્ય સંચાલન પર કોઇ અસર જોવા મળશે નહીં. આ નિયમ માત્ર વ્હોટસેપ માટે જ નથી બનાવવામાં આવ્યો પરંચુ દેશમાં સંચાલિત થઈ રહેલ તમામ સોશિયલ મીડિયા કંપનીઓ પર લાગૂ કરવામાં આવ્યા છે. સરકાર સોશિયલ મીડિયાને રેગ્યૂલેટ કરવા માટે જ્યારે કાયદો બનાવી રહી હતી ત્યારે તમામ પાસેથી અભિપ્રાય માગ્યા હતા. ઓક્ટોબર 2018માં કંપનીને વાંધો નહોતો પરંતુ જ્યારે હવે નિયમો લાગૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રકારની વાતો કરવા યોગ્ય નથી.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, વ્હોટસેપ પોતાની અન્ય કંપનીઓ ફેસબુક વગેરેને યૂઝર્સનો ડેટા શેર કરી રહી છે. ત્યાં પ્રાઈવસીનું ઉલ્લંઘન નથી થતું, જે માત્ર માર્કેટિંગ માટે કરવામાં આવી રહ્યા છે પરંતુ કાયદો અને વ્યવસ્થા માટે કેટલાક નિયમોનું પાલન કરવામાં લોકોની પ્રાઈવસીનું ઉલ્લંઘની વાતો કરવામાં આવી રહી છે જે ખરેખર યોગ્ય નથી. તો તેમણે કહ્યું કે, દરેક દેશના પોતાના કાયદા હોય છે, અમારા પણ છે જે તમારે અહીં પાલન કરવા પડશે.

આ મામલે વોટ્સએપનુ કહેવુ છે કે, વપરાશકર્તાઓની દેખરેખ રાખવી અને કોઈપણ સંદેશની ઉત્પત્તિ સુરક્ષિત કરવી લોકોની ગોપનીયતાનું ઉલ્લંઘન કરશે. આ કાયદો યોગ્ય નથી. આ કોઈપણ વ્યક્તિ અથવા બે વ્યક્તિઓ વચ્ચેના ત્રીજાને મંજૂરી વિના દખલ કરી હોવાનું માનવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટરને નવા નિયમોનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય અપાયો હતો. નવા નિયમોમાં સોશિયલ મીડિયાએ ભારતમાં એક પાલન અધિકારીની નિયુક્તી કરવાની ફરજિયાત બનાવાયું છે. આઈટી મંત્રાલયે પત્રમાં નિયમ પાલનની સ્થિતિ સરકારને વાકેફ કરવાનો સોશિયલ મીડિયાને આદેશ આપ્યો છે. સરકારે આગ્રહપૂર્વક જણાવ્યું કે કૃપા કરીને તમારો જવાબ અમને આપો.

કેન્દ્ર સરકારના નવા નિયમો પ્રમાણે WhatsApp મેસેજિંગ એપ પર મોકલવામાં આવેલ મેસેજના ઓરિજીન અંગેની જાણકારી રાખવી પડશે. આ નિયમ વિરૂદ્ધ કંપનીએ 25 મેના રોજ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે કે, તેનાથી યુઝર્સની પ્રાઈવસીનું ઉલ્લઘન છે. તેના પર કેન્દ્ર સરકારે કહ્યું કે, સરકારે Whatsappને રોકડું પરખાવ્યું, કહ્યું- ગોપનીયતાના અધિકાર માટે સન્માન કરીએ છીએ પરંતુ ગંભીર મામલાઓમાં જાણકારી આપવી પડશે.

સરકારનું માનવું છે કે, ભ્રામક મેસેજ અથવા અફવાઓને ફેલાવીને સમાજમાં અશાંતિ, હિંસા ફેલાવાઈ રહી છે. મહિલાઓ અથવા બાળકોનું શોષણ સોશિયલ મીડિયા પર થઈ રહ્યું છે. વીડિયો-ફોટોઝથી લોકોને બદનામ કરવામાં આવી રહ્યા છે. તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવા અને કાયદો અને વ્યવસ્થા માટે મેસેજનું ઓરિજિન જાણવું ખૂબ જ જરૂરી છે.

કેન્દ્ર સરકારે તરફથી ટ્વીટ કરવામાં આવ્યુ હતુ કે, એક તરફ WhatsApp પોતાના યુઝર્સ માટે આવી પ્રાઈવસી પોલીસીને અનિવાર્ય કરવા મથી રહ્યું છે, જેના હેઠળ તેમની અંગત જાણકારી પોતાની પેરેન્ટ કંપની ફેસબુકની સાથે શેર કરી શકે. તો બીજી તરફ કાયદાકીય વ્યવસ્થાને યથાવત રાખવા અને ફેક ન્યૂઝ પર અંકુશ લગવવા માટે લાવવામાં આવેલ ભારત સરકારની ઇન્ટરમીડિયરી ગાઈડલાઈન્સને લાગુ કરવાનો નનૈયો ભણી રહી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, અમારા યુઝર્સની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો કોઈ જ ઈરાદો નથી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.