વોટ્સએપ ના યુઝર્સ જો સર્વિસને ચાલુ રાખવા માંગે છે તો એમને નવિ શરતોને માનવી પડશે. પ્રાઈવેશી નિયમો અને સર્વીસની નવી શરતો 2021 માં આવવાની છે અને તેને મંજુર નહી કરવા પર 8 ફેબ્રુઆરી પછી તમે વોટ્સએપ એક્સેસ નહી કરી શકો. એક રીપોર્ટ મુજબ કંપની નવી શરતો અને પ્રાઈવેશી પોલીસી અપડેટ લઈને આવી રહી છે. જેમાં કહેવાયુ છે કે જો યુઝર્સ તેને એલાઉ નહી કરે તો વોટ્સએપ એકાઉન્ટ ડીલીટ થઈ જશે. કંપનીએ એ પણ કન્ફર્મ કર્યુ છે કે યુઝર્સે નવા નિયમો અને શરતોનુ પાલન કરવુ અનીવાર્ય હશે.
તાજા જાણકારી મુજબ વોટ્સએપની સર્વીસના વિશે વધારે જાણકારી ઉપલબ્ધ થશે અને એ પણ સાથે જાણવા મળશે કે કંપની કેવા યુઝર્સના ડેટાને પ્રોસેસ કરે છે. નવા અપડેટ મુજબ વોટ્સએપ ઉપર ફેસબુક દ્વારા અપાઈ રહી સર્વીસનો ઉપયોગ ચેટને સ્ટોર અને મેનેજ કરવા માટે થઈ શકશે.
આ પણ વાંચો – G-mailમાં માહિતી સેન્ડ કરતા કોઈ ભુલ રહી ગઈ હોય તો, સુધારો કેવી રીતે કરવો?
રીપોર્ટ મુજબ જણાવેલ તારીખ પછી યુઝર્સે વોટ્સએપ ચાલુ રાખવા માટે નવિ શરતોને એલાઉ કરવી અનિવાર્ય થઈ જશે નહી તો તમારૂ એકાઉન્ટ બંધ થઈ જશે. વધુમાં એમ પણ જણાવાયુ છે કે તારીખમાં ફેરફાર થઈ શકે છે.
વોટ્સએપ ના નવા ફિચર્સ
વોટ્સએપે હાલમાં જ કેટલાક નવા અપડેટ કર્યા છે જેમાં વોલપેપર અને સર્ચ ઓપ્શનમાં બદલાવ થશે. નવા અપડેટ બાદ ચુઝર્સ અલગ અલગ ચેટમાટે કસ્ટમ વોલપેપર બદલી શકશે. ગેલરીમાં વોલપેપરના ઓપ્શન પણ અપડેટ થશે. હાલના ડુડલ વોલપેપરને પણ કલર મળશે. આ સીવાય વોટ્સએપ સર્ચ એન્જીન ઉપર પણ કામ કરી રહ્યુ છે.