રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષને લગ્નની કંકોત્રી આપવા આવેલા નવિનની શું ભૂમિકા હતી 

શેર કરવા અહીં ક્લિક કરો.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યા બાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આંંદોલન

શુટરો સ્થાનિક વ્યાપારી નવીનની સાથે ગોગામેડીને લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યા હતા. પરંતુ તે સમયે નવીનને પણ ખ્યાલ ન હતો કે હત્યારાઓ તેની પણ હત્યા કરશે 

જયપુર,તા.6 –  રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યા બાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં હત્યારાઓનું એન્કાઉન્ટર કરવાની જીદ પકડી આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો સમગ્ર રાજસ્થાનમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. 

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા માટે શુટરો સ્થાનિક વ્યાપારી નવીનની સાથે ગોગામેડીને લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યા હતા. પરંતુ તે સમયે નવીનને પણ ખ્યાલ ન હતો કે હત્યારાઓ તેની પણ હત્યા કરશે. નવીનના એક નજીકના સંબંધીએ કહ્યું કે 20 વર્ષથી નવીન જયપુરમાં રહેતો હતો અને તે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સાથે જ જોડાયેલો હતો અને સુખદેવસિંહ ગોગામેડી સાથે તેને ઓળખ હતી.

જો કે અંદર જવા દેતા પહેલા ગાર્ડે નવીનની પુછપરછ કરી તો તેમને લગ્નનું એક કાર્ડ બતાવીને તે આપવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. કાર્ડ દેવા માટે નવીન સુખદેવસિંહની તદન નજીક બેઠો હતો અને બંને વાતચીત કરી રહ્યા હતા તે સમયે જ બંને શુટરોએ તેના પર ગોળીબાર શરુ કરી દીધો હતો અને શુટરોએ જતા સમયે ગોગામેડીના માથામાં વધુ એક ગોળી ધરબી તે મૃત્યુ પામે તે નિશ્ચિત કર્યુ હતું.

આમ શુટરોને ગોગામેડી સુધી પહોંચાડવામાં નવીનની ભૂમિકા રહસ્યમય બની છે. પોલીસના જણાવ્યા મુજબ નવીનને શા માટે ઠાર મરાયો તે પણ રહસ્ય છે. પોલીસે આ શુટરોની સ્કોર્પીયો કાર પણ કબ્જે કરી હતી જેમાં શરાબની બોટલો પણ હાથ થઈ છે. આ કાર તા.30 નવેમ્બરે જયપુરમાંથી ભાડા પર લેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ પંજાબ પોલીસે અગાઉ જ ગોગામેડીની હત્યા મુદે રાજસ્થાન પોલીસને એલર્ટ કરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.