નંદાસણના ઇન્દ્રાડ ગામમાં શુક્રવારના રોજ ગામનાં તળાવ પાસે જુગાર રમતા સાત જણાને પોલીસે ઝડપી લઈને જુગારધારાની કલમ હેઠળ તેમજ જાહેરનામાનો ભંગ કરતા એપીડેમીક એક્ટનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગેની પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નંદાસણની સ્થાનીક પોલીસ કોવિડ 19 ના જાહેરનામા ભંગ તેમજ પ્રોહીબિશન તેમજ જુગારની પ્રવૃત્તિઓ ઉપર અંકુશમાં લાવવા માટે પેટ્રોલીંગમાં હતી તે સમયે પોલીસ ને બાતમી મળી હતી કે, ઇન્દ્રાડ ગામના તળાવ પાસેની ખુલ્લી જગ્યામાં આવેલ આંબલીના ઝાડ નીચે કેટલાક લોકો ભેગા મળી જાહેરમાં જુગાર રમી રહયા છે પોલીસે તેની હકીકત મેળવી તપાસ કરતા સ્થળ ઉપર ટોળું વળી માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ નહી રાખીને જાહેરનામા નો ભંગ તેમજ જુગાર રમતા સાત લોકો ઝડપાયા હતા. પોલીસે સાત લોકો પ્રવીણ નરસિંહ ભાઇ દરજી ,મહેશભાઈ શકરા ભાઈ વાઘેલા ,પંકજ અંબાલાલ મોચી ,રવાજી ઈશ્વરજી ઠાકોર, વિક્રમજી ચંદુજી ઠાકોર. અંબારામ પ્રધાનજી ઠાકોર, અરવિંદજી ખોળાજી ઠાકોર સહીત સાત સામે અપેડમીકએકટ તેમજ જુગાર ધારા નો ગુનો નોંધી રોકડ રૂપિયા ૧૧૦૯૦/- નો જુગાર માં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસે કરેલી રેડમાં જુગારનો મોટો દાવ લાગેલો જેમાં અગિયાર હજારની મત્તા બતાવીને સંતોષ માન્યો છે. જુગાર રમતા ઈસમોના વાહનો પોલીસ મથકે લઇ જઇને તોડ કરીને છોડી દેવામાં આવતા હોવાની ચર્ચાઓને લઈને પોલીસ સામે કાર્યવાહીને લઈને શંકા ઉપજાવી રહી છે. પોલીસ મથકે લાવેલા વાહનોને લઈને તે સમયે ના સી.સી ટીવી કેમેરા ની તપાસ કરવામાં આવે તો ઘણુ બધુ બહાર આવે તેમ છે. જોકે હાલમાં પોલીસે જુગારની નાની રકમ બતાવીને સંતોષ. માની રહી છે. જીલ્લા અધિક્ષક કેટલાક પોલીસ વાળાઓ સામે શંકાસ્પદ કામગીરી ને લઈને બદલી કરી કાર્યવાહી કરી છે તે કામગીરી સરાહનીય છે તો કડી નંદાસણ પોલીસે કરેલી શંકાસ્પદ કામગીરી ની નોંધ લેશે ખરા એક પ્રશ્નાર્થ ઉભો થયો છે.
નંદાસણ પોલિસ આમ જનતા પાસે દિવસ-રાત કોરોના ગાઈડ લાઈનના નિયમોનું પાલન કરવામાં ન આવે તો આમ નાગરિક પાસે તેની ઉપર જરૂરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આ ચાલી રહેલા ખુલ્લેઆમ ચાલુ રહેલા જુગાર ધામ પર કેમ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. એક બાજુ નંદાસણ પોલિસ ના પાસે આવેલ ઓવર બ્રિઝ ના બને છેડાની બાજુમાં પોલીસ કર્મચારીઓ ઉભા રહીને માસ્ક કે હાઇવે પર ચાલી રહેલા વાહન વ્યવહાર લઈને નીકળતા વાહન ચાલકો સામે કોઈ યોગ્ય ડોક્યુમેન્ટ કે જરૂરી વાહન ના કાગળ ન હોવાથી તે વાહન ને ડિટેન કે પછી યોગ્ય દંડ તેની ઉપર વસુલ કરવામાં આવી રહ્યો છે, તો આવા ચાલી રહેલા જુગાર ધામ પકડાયેલ મુદામાલ કેમ નંદાસણ પોલિસ દ્વારા બતાવામાં આવતું નથી. શું નંદાસણ પોલિસ દ્વારા આ જુગારમાં પકડાયેલ આરોપી પાસેથી કેમ કોઈ મુદામાલ જપ્ત કરવામાં નથી આવ્યો. શું નંદાસણ પોલિસે આ ઈસમો જોડેથી રકમ લઈને તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે શું? મહેસાણા જિલ્લાના પોલિસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ ચાલી રહેલા અસામાજીક પ્રવુતિ સામે કડક માં કડક કાર્યવાહી કરવા માટે તમામ પોલિસ કર્મચારીઓને જરૂરી આદેશ આપવામાં આવ્યો છે, છતાં પણ નંદાસણ પોલિસ આ નિયમો અને પોલિસ વડા દ્વારા આપવામાં આવેલ આદેશ હોવા છતાં તેના ઉપર વટ જઈને કામગીરી માં બેદરકારી કરતા જોવા મળી રહ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ચાલી રહેલા ઇન્દ્રાડ ગામમાં થી નંદાસણ પોલિસ દ્વારા આ પકડાયેલ જુગાર ધામ માં મળી આવલે રકમ અને મુદામાલ માં ગોલમાલ થઇ હોય તેવું જાણવા મળી રહ્યું છે.નંદાસણ પોલિસ ઇન્દ્રાડ ગામમાં થી સાત ઈસમો સાથે 11,090 રૂપિયાનો જુગાર ધામ પકડી ને ખાલી ને ખાલી તેમની કામગિરી બતાવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે આ નંદાસણ પોલિસ દ્વારા ત્યાંથી ઝડપી પાડેલ ઈસમો પાસેથી પોતાના વાહન વ્યવહાર,મોબાઈલ વગેરે અનેક વસ્તુઓ તેમની સાથે હોવા છતાં અને તેજ વાહનો નંદાસણ પોલિસ તે વાહનો ને ઝડપી લાવેલ હોવા છતાં નંદાસણ પોલિસ દ્વારા આ વાહનો સામે કે તેમની પાસે રહેલ મુદામાલ ની કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને ત્યાં નંદાસણ પોલિસ સ્ટેશનમાં લાવેલ વાહનનો સામે અને સંપૂર્ણ મુદામાલ નંદાસણ પોલિસના કર્મચારીઓ દ્વારા બતાવામાં આવેલ નથી..ક્યાં પોલિસ અધિકારીના કહેવાથી આ પકડાયેલ મુદામાલને બતાવવામાં આવ્યો નથી. આ અંગે ની જિલ્લા પોલીસ વડા યોગ્ય તપાસ કરે તો ઘણું બધું આ માંથી બહાર આવી શકે તેમ છે.