એજ્યુકેશનથી જ સમાજ નિર્માણ કરી શકાય અને સમાજ નિર્માણથી રાષ્ટ્રનો નિર્માણ થાય છે : કિરીટ પટેલ
સામાજિક સંસ્થાઓ સમાજનું નેતૃત્વ, શૈક્ષણિક સંસ્થાઓ, સરદાર ધામ, દીકરીઓને ભણાવવાની સંસ્થાઓ જેવી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું
ગરવી તાકાત, મહેસાણા તા. 03 – કિરીટભાઈ પટેલે એક ન્યુઝ ચેનલમાં ઇન્ટર્વયુમાં જણાવ્યું કે, આમ જોવા જાઓ તો સામાજિક સંસ્થાઓ અને રાજકીય એ બંને એકબીજાના પુરક છે. કારણ કે, રાજકારણથી જે સેવાની તક મળે છે સરકારની અનેક એવી સંસ્થાઓ જે સાથે મળીને કામ કરે છે. રાજકારણમાં આવીને સત્તાનો સદઉપયોગ કરીએ છીએ લોકસેવા કરવાનો એ બીજો પર્યાય છે. હાલમાં હું, 16 જેટલી સંસ્થાઓ સાથે જોડાયેલો છું. સામાજિક સંસ્થાઓ સમાજનું નેતૃત્વ, શૈક્ષણિક સંસ્થાઓ, સરદાર ધામ, દીકરીઓને ભણાવવાની સંસ્થાઓ જેવી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું અને છેલ્લે પ્રશ્ન તો લોક સેવાનો જ આવે છે.
હાલમાં દરેક સમાજમાં એજ્યુકેશન પર ભાર મુકવામાં આવ્યો છે. અને એજ્યુકેશનથી જ સમાજ નિર્માણ કરી શકાય અને સમાજ નિર્માણથી રાષ્ટ્રનો નિર્માણ થાય છે. એજ્યુકેશનથી દરેક દીકરા દીકરીઓમાં ભણતરના ભારથી એનાથી ઘણું બધું શીખવા મળે છે. પહેલાના જમાનામાં જ્ઞાતિવાદ હતો જાતિવાદના કારણે અનેક મુશ્કેલીઓ પડી છે તેના કારણે એજ્યુકેશન ખૂબ જરૂરી છે.
દેવગઢ ગામમાં મારા પત્ની સરપંચ હતા ત્યારે અનેક રાષ્ટ્રીય ગામ એવોર્ડ મળ્યા છે. દેશ વિદેશણી અલગ અલગ ટીમો અમારા દેવગઢ ગામની મુલાકાત લીધી છે. અને આપ પણ જોશો તો અમારા ગામમાં RCC રોડ, પાણીની સુવિધાઓ, દરેક ઘરે ટોયલેટ જેવી અનેક સુવિધાઓ ધરાવે છે. જ્યારે મારા ધર્મ પત્ની સરપંચ હતા ત્યારે અનેક રાજકીય આગેવાનોએ ગામની ઉલકત લીધી છે.
તે બાદ દેવગઢથી શીખીને હાલમાં બહુચરાજી તાલુકાના વિકાસ માટે કાર્યરત છીએ અને ખૂબ પ્રયત્નશીલ છીએ અને આગળ કામ કરતા રહીશું. અત્યારે તમે જોઈ શકો છો કે હાલમાં અહીં ઔદ્યોગિક વિકાસ ખૂબ ઝડપથી થઇ રહ્યો છે. મારુતિ અને હોન્ડા બે મોટામાં મોટી કંપની અને તેમના ઘણાબધા વેન્ડરોના કારણે રોજગારીણી તક અમારા વિસ્તારને ખૂબ મળી છે.