નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્ર સરકારના બજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું?  

શેર કરવા અહીં ક્લિક કરો.

પીએમ આવસ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં સરકારનું વધુ 2 કરોડ ઘર બનાવવાનું વિઝન

ચૂંટણીનું વર્ષ હોવાના કારણે આ સત્રમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું

લક્ષદ્વીપના વિકાસ માટે ખાસ બજેટ ફાળવવાની પણ જાહેરાત કરવામાં

નવી દિલ્હી તા. 01 – નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકારની બીજી ટર્મનું છેલ્લું બજેટ રજૂ કર્યું. ચૂંટણીનું વર્ષ હોવાના કારણે આ સત્રમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. જેમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. એટલે કે સાત લાખ સુધીની આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ભરવાનો નથી થતો. બજેટના ભાષણ દરમિયાન નાણામંત્રીએ છેલ્લા 10 વર્ષમાં તેમની સરકારે કરેલા કામ અને સિદ્ધીઓનું વર્ણય કર્યું. સાથે જ આગામી પાંચ વર્ષમાં મોદી સરકારનું વિઝન શું છે તેનો પણ ચિતાર આપ્યો. રેલવે ક્ષેત્રમાં 3 નવા પ્રકારના કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી. સાથે જ મધ્યમ વર્ગના ઘરના ઘરનું સપનું સાકાર કરવાનું વચન આપવામાં આવ્યું.

પીએમ આવસ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં સરકારનું વધુ 2 કરોડ ઘર બનાવવાનું વિઝન છે. સાથે જ બાળકો અને મહિલાઓમાં રસીકરણને તેજ બનાવવામાં આવશે. આ સાથે હવાઈ મુસાફરીનો વ્યાપ વધારવાની જાહેરાત કરવામાં આવી. આ સાથે જ બજેટમાં પ્રવાસનના વિકાસ પર ભાર મુકવામાં આવ્યો. લક્ષદ્વીપના વિકાસ માટે ખાસ બજેટ ફાળવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ઈ-વેહિકલને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસો સરકાર કરી રહી છે.. વચગાળાનું બજેટ હોવાના કારણે આ બજેટમાં નવી કોઈ મોટી જાહેરાત નથી કરવામાં આવી.

  • વચગાળાના બજેટમાં ભારતના વિકાસની રફ્તાર પર કરાઈ ચર્ચા…. આગામી 5 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વિસ્તાર કરાશે…. 2 કરોડ જેટલાં લોકોને પોતાના ઘરનું ઘર મળશે.
  • બજેટમાં રેલવે માટે કરવામાં આવી મોટી જાહેરાત… દેશણાં ત્રણ નવા રેલવે કોરિડોર શરૂ કરવામાં આવશે…. તો 40 હજાર નોર્મલ રેલ ડબ્બાઓને વંદે ભારતમાં બદલાશે.
  • મોદી સરકારના બજેટમાં સર્વાઈકલ કેન્સરને રોકવા મોટી જાહેરાત…. દેશમાં સર્વાઈકલ કેન્સર માટે વેક્સીનેશન અભિયાન શરૂ થશે… તો 9થી 14 વર્ષની દીકરીઓને અપાશે નિ:શુલ્ક રસી.
  • આગામી 5 વર્ષમાં વિકાસની નવી વ્યાખ્યા બનાવીશું…આશા બહેનોને આયુષ્માન યોજનાનો લાભ આપવામાં આવશે…તેલીબિયાં પર સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે…દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે.
  • PM ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે…માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે…40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે…એરપોર્ટની સંખ્યામાં વધારો થયો…એવિએશન કંપનીઓ 1000 એરક્રાફ્ટનો ઓર્ડર આપીને આગળ વધી
  • ટિયર 2 અને ટિયર 3 શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે…લક્ષદ્વીપમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે…PM આવાસ યોજનામાં 70 ટકા ઘર મહિલાઓ માટે બનાવવામાં આવ્યા…પ્રવાસન ક્ષેત્રમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે…75 હજાર કરોડની લોન વ્યાજમુક્ત આપવામાં આવી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.