છેલ્લા આઠ મહિનાથી પગારથી વંચિત પ્રવાસી શિક્ષકોને વ્હારે કોંગ્રેસ, CMને પત્ર લખી પગાર ચૂકવવા રજૂઆત કરી 

October 31, 2023

કોંગ્રેસના પ્રવક્તા મનિશ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી પ્રવાસી શિક્ષકોના પગાર સત્વરે કરાવી આપવા માટે રજૂઆત કરી

ગરવી તાકાત, ગાંધીનગર તા. 31 – પ્રદેશ કોંગ્રેસે પ્રવાસી શિક્ષકોના પગારનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનિશ દોશીએ મુખ્યમંત્રીને આ મામલે પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં તેમણે પ્રવાસી શિક્ષકોને પગાર ન મળ્યાની વાત લખી છે. ત્યારે આ મામલે હાલ રાજકારણ ગરમાયું છે.

માતરના 65 પ્રવાસી શિક્ષકો છેલ્લા 3 માસથી પગારથી વંચિત | 65 traveling  teachers of Matar deprived of salary for last 3 months

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ આ મામલે રજૂઆત કરતા જણાવ્યુ છે કે, દાહોદમાં 270 જેટલા પ્રવાસી શિક્ષકો છેલ્લા 11 મહિનાથી પગારથી વંચિત છે. ત્યારે તેમને તાત્કાલિક વેતન ચૂકવવામાં આવે. એક નવેમ્બરથી જ્ઞાન સહાયક યોજના લાગુ થઈ રહી છે. ત્યારે જ્ઞાન સહાયકોની નિયુક્તિની પ્રકિયા પણ આદરી દેવામાં આવી છે. ત્યારે પ્રવાસી શિક્ષકોને ઝડપથી પગાર ચૂકવવામાં આવે.

30 ઓક્ટોબર પ્રવાસી શિક્ષકોની કામગીરીનો આખરી દિવસ હતો. ત્યારે છેલ્લા 8 મહિનાથી ઘણાં પ્રવાસી શિક્ષકોને પગાર ચૂકવાયો નથી. અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે પ્રવાસી શિક્ષકોને દુષ્પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આગામી 1લી નવેમ્બરથી જ્ઞાન સહાયક કામગીરીમાં જોડાશે.

મહત્વનું છે કે, 31મી ઓક્ટોબરના દિવસથી 10 હજાર પ્રવાસી શિક્ષકોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. ત્યારે સરકાર સત્વરે પ્રવાસી શિક્ષકોને વેતન ચૂકવે તેવી માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કરતા કહ્યુ છે કે, સરકાર પ્રવાસી શિક્ષકોને કાઢી જ્ઞાન સહાયક લાવવા માગે છે. સમગ્ર રાજ્યમાં અંદાજે 32 હજાર જેટલા શિક્ષકોની ઘટ છે. જેમાં ધોરણ 9 અને 10ના વર્ગમાં 7 હજાર જેટલા શિક્ષકો તો ઉચ્ચતર માધ્યમિકના ધોરણ 11 અને 12માં 3500 શિક્ષકોની ઘટ છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0