મહેસાણામાં એમેઝોન-સ્નેપડીપ સાઈડ પર તોલમાપ વિભાગના દરોડા, ત્રણ પ્રોડક્ટ સામે કાર્યવાહી

શેર કરવા અહીં ક્લિક કરો.

છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઇન ખરીદી કરવાનો વ્યાપ ઘણા પ્રમાણમાં વધ્યો છે અને આ ઓનલાઈન ખરીદી માટે જુદી જુદી કંપનીઓ જેવી કે એમેઝોન, ફ્લીપકાર્ડ, સ્નેપડીલ જેવી કંપનીઓ જુદા જુદા ઉત્પાદકો, વિક્રેતાઓ, સેલરોને પોતાની પ્રોડક્ટ ઉત્પાદનનો વેચાણ કરવા ડિજીટલ ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ઉત્પાદકો, સેલેરો પોતાની પ્રોડક્ટ ઓનલાઇન માર્કેટમાં વેચાણ અર્થે મૂકે છે. 

આ પણ વાંચો – ધી ભેળસેળ મામલો : હાઈકોર્ટ જામીન અરજી ફગાવે તે પહેલા જ આરોપીઓએ અરજી પાછી ખેંચી

ઓનલાઇન ખરીદીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આ ઓનલાઇન ખરીદીમાં પણ ગ્રાહકો છેતરાય નહી તે માટે ડિજીટલ પ્લેટફોર્મ પૂરું પાડતી કંપનીઓને તેમજ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા ઉત્પાદકો, સેલરોને પોતાની સીલબંધ પ્રોડક્ટ વેચાણ અર્થે મુકવા માટે ધી પેકેજ કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧માં ઇ-કોમર્સ બીઝનેસમાં ગ્રાહકોના સુરક્ષા માટે નિયમોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે મુજબ આ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ જે તે ઉત્પાદક, વિક્રેતા, સેલરે પોતાની પ્રોડક્ટ ધી પેકેજ કોમોડીટીઝ રૂલ્સ-2011ના નિયમ 6(1) અને પેટા નિયમ 10 મુજબ જરૂરી તમામ નિર્દેશનો જેવા કે ઉત્પાદક, પેકર, સેલરનું પૂરું નામ, સરનામું, કન્ટ્રી ઓફ ઓફ ઓરીજીન, પ્રોડક્ટનું ચોખ્ખું નામ, એમ.આર.પી. (તમામ કરવેરા સહિત), કસ્ટમર કેર નંબર, ઇ-મેઇલ આ.ડી.દર્શાવવા ફરજિયાત છે. જો આ પ્રમાણેના નિર્દેશનો વગર આ ડિજિટલ પ્લેટફોર્મ પર જે તે કંપની પોતાની પ્રોડક્ટ વેચાણ અર્થે મૂકે તો આ ડિજિટલ પ્લેટફોર્મ ધરાવતી કંપની અને પ્રોડક્ટના ઉત્પાદક, સેલર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય.

આ પણ વાંચો – કડી ખાતે નીતીન પટેલના હસ્તે સ્પોર્ટ્સ સ્કુલમાં ઈન્ડોર હોલનુ ખાતમુુહુર્ત કરવામાં આવ્યુ

ઉપરોક્ત કાયદા નિયમોની જોગવાઈઓનું જે તે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડતી કંપનીઓ તેમજ ઉત્પાદકો, સેલરો કરે છે કે કેમ ? તે બાબતે મહેસાણા જિલ્લા તોલમાપ અધિકારીશ્રી અને નાયબ નિયંત્રણ તેમના નિરીક્ષકોની ટીમે એમેઝોન, ફ્લીપકાર્ટ જેવી સાઇટ પર વિવિધ પ્રોડક્ટની આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં સ્નેપડીલની સાઇટ પર માઇક્રોમેક્સ કંપનીના મોબાઈલ ફોનની પ્રોડક્ટ અંગે સાઇટ પર કાયદા નિયમો મુજબના નિર્દેશનો કરવામાં આવેલ ન હતા. જેથી સ્નેપડીલ કંપની તથા માઇક્રોમેક્સ મોબાઈલના ઉત્પાદકની સામે કાયદેસરની કાર્યવાહી કરી વિધિસરનું પંચનામું કરી ધી લીગલ મેટ્રોલોજી (પેકેજ કોમોડીટીઝ રૂરલ્સ-2011)ના નિયમ 6(1) પેટાનિયમ-10 ના ભંગ બદલ પ્રો.કેસ નોંધેલ છે. આ જ પ્રમાણે એમેઝોન કંપનીની સાઈડ પર શાહનાઝ હુસેન કંપનીની ફેશિયલ કીટની પ્રોડક્ટ પર તથા એન-પ્રી-મસાજ-સ્ક્રબ રાજકોટની પ્રોડક્ટ પર કાયદા નિયમો મુજબ નિર્દેશનો  કરેલા ન હોવાથી એમેઝોન કંપની અને શાહનાઝ હુસેન પ્રોડક્ટના સેલર સામે તથા એન.પ્રી.મસાજ સ્ક્રબ પ્રોડકટના સેલર-ઉત્પાદક સામે કાયદેસર કાર્યવાહી કરી પ્રો.કેસ કરવામાં આવેલ છે.

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.