બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશન ઉભુ થતા આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નહીવત વરસાદની વચ્ચે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની શક્યતા બતાવી છે. 

હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે બંંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર થઈ રહ્યુ છે જે 9 ઓગસ્ટ સુધીમાં સક્રીય થઈ જશે તેવા અનુમાન સાથે હવામાન વિભાગ દ્વારા ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની આગાહી સેવી છે. સાથે સાથે રાજ્યના પોરબંદર,દાહોદ,પંચમહાલ,સુરેન્દ્રનગર,વલસાડ,દમણ સહીતના જીલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમા  આગામી 24 ક્લાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને દરીયાકાંઠાના વિસ્તારોમાં અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે.

અતીભારે વરસાદની આગાહી બનાસકાંઠાના પુરની યાદ તાજી કરી દે છે જે 2017 ની સાલમાં આવ્યુ હતુ. જેમાં લોકોને રેસ્ક્યુ કરવા માટે બોટ અને હેલીકોપ્ટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. બનાસકાંઠા પુર એક મોટી હોનારત સાબીત થઈ હતી.

Contribute Your Support by Sharing this News: