કોરોના મહામારી વચ્ચે હવામાનની આગાહી મુજબ આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. જેમાં મહેસાણા જિલ્લાના કડી શહેર સહિતના વિસ્તારોમાં સવારે 6 થી ૯ વાગ્યા આસપાસ જોરદાર વરસાદ આવ્યો હતો. વરસાદ આવતાં નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માં વરસાદ ની આગાહી વચ્ચે ભારે વરસાદ આવ્યો છે. જેમાં મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલ કરણનગરરોડ,શાકમાર્કેટ,ભીમનાથ મહાદેવ,ભાગ્યોદય હોસ્પિટલ રોડ, નાની કડી અયોધ્યા સોસાયટી જેવા અનેક વિસ્તારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો – વરસાદ: મહેસાણા સહીતના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વિજળી પડતા ત્રણ ભેંસના મોત, બે છત ક્ષતીગ્રસ્ત

કડી શહેરમાં વહેલી સવારથી જ 6 થી 9 કલાક ના સમયગાળા દરમ્યાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે એકજ દિવસમાં 3 ઈંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી  જોવા મળ્યું હતું જ્યારે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ હતી. કડી શહેર માં નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો કરવામાં આવતા હોય છે પણ દરવર્ષ ની જેમ આ વર્ષે પણ ભારે વરસાદના કારણે તેમની પોલમ પોલ ખુલી ગઈ હતી.

આ પણ વાંચો –ફર્ક : ભારતના લોકો હરાજીમાં વર્તમાન પ્રધાનમંત્રીનો શુટ ખરીદે છે ત્યારે વિદેશીઓ ગાંધીજીના ચસ્મા

જયારે કડીમાં આવેલ કરણનગર રોડ વિકાસના નામે ખુબજ આગળ વધી રહ્યો છે ત્યારે કડી નગરપાલિકા દ્વારા બનાવેલ ગટરલાઈન દ્વારા યોગ્ય જગ્યાએ પાણીનો નિકાલ ના થતા અને આ મુશ્કેલી ગણા વર્ષો થી ચાલી રહી છતાં પણ હજુ સુધી દરવર્ષની જેમ આ વર્ષ પણ વરસાદને કારણે ત્યાંની સ્થાનીક સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જતા હોય છે અને આવી ચાલી રહેલી કોરોના મહામારીના સમયગાળા દરમ્યાન પણ આવી મુશ્કેલીનો સામનો જાહેર જનતાને કરવો પડતો હોય છે. અને કડીની અંદર નગરપાલિકા દ્વારા ખાલી ખાલી મોટા વિકાસના કામોની વાતો કરીને જાહેર જનતાને  બતવામાં આવતું હોય છે. પણ આવા ભારે વરસાસને કારણે તેમની પોલ ખુલી જતી હોય છે.

Contribute Your Support by Sharing this News: