આવનારી વિધાનસભા ચુંટણીમાં 182 માંથી 182 શીટો જીતીશુ: સી.આર.પાટીલ

શેર કરવા અહીં ક્લિક કરો.

ભાજના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ઉત્તર ગુજરાત પ્રવાસે આવ્યા છે આ પ્રવાસમાં તેમને ઉંઝાની પણ મુલાકાત લીધી હતી, આ મુલાકાતમાં ઉંઝા એપી.એમ.સી દ્વારા તેમનુ ભવ્ય સ્વાગત કરાયુ હતુ. જેમાં સી.આર. પાટીલે જણાવ્યુ હતુ કે નરેન્દ્ર મોદીએ ગુજરાતને 12 વર્ષમાં સીંચી ને વિકાસ કર્યો છે એના ફળ સ્વરૂપે જ દિલ્લી માં એક નહી પણ બે વાર ભાજપની સરકાર બની છે.આપણા રાજ્ય ભાજપનુ સંગઠન મુળ થી જ મંજબુત સંગઠન છે. એટલે આખા દેશના ભાજપના સંગઠનો ગુજરાત ભાજપના એકમનુ કોપી કરે છે.

તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં એક કરોડ થી વધુ પ્રાથમીક સભ્યો છે અને એક લાખ કરતા પણ સક્રીય સભ્યો છે જેથી આ મજબુત સંગઠનના કારણે આપણી પાર્ટી ગુજરાતની વિધાનસભાની ચુંટણીમાં 182 માંથી 182 શીટો જીતશે, તેમણે આ વાતને જોર આપતા કહ્યુ હતુ કે જો અમે લોકસભાના ઈલેક્શનમાં 26 માથી 26 શીટો જીતી શકતા હોય તો 182 શીટ કેમ ના જીતી શકીયે?

ઉંઝા ખાતેના એ.પી.એમ.સી મા યોજાયેલ સી.આર.પાટીલના સ્વાગત કાર્યક્રમમાં નીતીનભાઈ પટેલ, ગોરધન ઝડફીયા,મહેસાણા સાસંદ શારદાબેન,રાજ્યસભા સાંસદ જુગલજી લોખંડવાલા,ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા વગેરે પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.