ભાજપ બંગાળના અધ્યક્ષ દિલીપ ઘોસ તેમના ભાષણને લઈ ચર્ચામાં આવી ગયા છે. તેમને જણાવ્યુ છે કે હુ મારી ડાયરીમાં બધી જ નોંધ રાખુ છુ,બધી જ હીંસાનો બદલો 2021 ની ચુંટણી પછી લેવામાં આવશે.
ભાજપના અનંત હેગડે,યોગી,સાક્ષી મહારાજ જેવા નેતાઓ તેમના આવા આપત્તીજનક બયાનોથી કુખ્યાત બનેલા છે, આ લાઈનમાં હવે બંગાળના પાર્ટી અધ્યક્ષ દીલીપ ઘોસનો પણ સમાવેશ થઈ ગયો છે. જે પોતાના ફાયર સ્પીટીંગ સ્પીચના કારણે ચર્ચામાં આવ્યા છે.
બંગાળના 24 પરગણા જીલ્લામા ઘોલા ખાતે પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતા ઘોષે ધમકીભર્યા અંદાજમાં કહ્યું છે કે અમે તૃણમૂલ કોંગ્રેસના લોકોને ચોક પર પર નિર્વસ્ત્ર કરી જુતાથી માર મારીશુ અને દિલીપ ઘોષ જે કહે છે તે કરે છે. ઘોષે કહ્યું, “સામાન્ય લોકોને ડરાવવા પોલીસનો ઉપયોગ કરી રહેલા લોકોને અમે નહીં છોડીએ.
તેમણે કહ્યું, ‘ટીએમસીની 2021 ની વિધાનસભા ચૂંટણીમાં સફાઈ થઈ જશે. તેઓ પોલીસ કર્મચારીઓને સાથે રાખીને લોકોને ધમકાવી રહ્યા છે તે લોકોને અમે છોડશુ નહી.
આ પણ વાંચો – ફેસબુકે ભાજપની નારાજગીના ડરથી તેમના નેતા ઉપર કોઈ કાર્યવાહી ના કરી: રીપોર્ટ
ઘોસે તેમના ભાષણમાં ઘમકીભર્યા અંદાજમાં પોલીસ કર્મચારીઓને કહ્યુ હતુ કે,ખબર નહી તમારૂ એક વર્ષ પછી શુ થશે? તમે તમારા બાળકોના મોઢા નહી જોઈ શકો, કોઈને છોડાશે નહી.તમે તમારા બાળકોને શીક્ષણ પણ નહી આપી શકો જે તમે ભ્રષ્ટાચારના પૈસાથી અત્યારે આપી રહ્યા છો.તમારા બાળકો ડોક્ટર અને એન્જીનીયર નહી બની શકે, અમે તેમને પ્રવાસી મજુર બનાવી દઈશુ, તમારી જીવનની બધી જ ખુશીઓ છીનવી લઈશુ.
તેમને પોલીસ ઉપર આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે 2021 ની ચુંટણી બાદ બધાજ પોલીસવાળા પાસેથી બદલો લેવામાં આવશે જે તુલમુલના કહેવા પ્રમાણે અમારા કાર્યકર્તા ઉપર જુલમ કરી રહ્યા છે.
આ નિવેદનની પ્રતિક્રિયા આપતાં ટીએમસી સાંસદ કલ્યાણ બંધોપાધ્યાયે કહ્યું કે હું તેમને ચેલેન્જ આપુ છુ કે તે મને જુતા મારી બતાવ. બંદોપાધ્યાયે કહ્યું, ‘દિલીપ ઘોષ અભણ અને અસભ્ય વ્યક્તિ છે. તેમના જેવા વ્યક્તિ પાસેથી તમે શું સાંભળવાની અપેક્ષા કરો છો?