— ઉનાળાની શરૃઆતમાં ખેડૂતોને મુશ્કેલી
— ખેતી માટે સિંચાઈનું પાણી નહીં મળે તો પશુઓ માટે ઘાસચારાની અછત વર્તાય તેવી સંભાવના
ગરવી તાકાત પાલનપુર : અમીરગઢ પંથકમાં ઉનાળાની શરૃઆતમાં જ લઘુ સિંચાઈના ડેમોના તળિયા દેખાતા પાણીના તળો ઊંડા જવાની દહેસાત ખેડૂતોમાં પ્રસરતા કપરી પરિસ્થિતિ સર્જાવાની ઝલક દેખાય છે.
બનાસકાંઠાના મુખ્ય ખેતીપ્રધાન તાલુકામાં સમાવેશ થતાં અમીરગઢમાં ઉનાળાની શરૃઆત મા જ પાણીની વિકટ સમસ્યા સર્જવા લાગી છે ગયેલ ચોમાસામાં વરસાદ પણ નહિવત પ્રમાણમાં પડતાં અમીરગઢ પાસેથી પસાર થતી અને બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતી બનાસ નદીમાં પણ થોડાક અંશે પાણી હમણા સુકાઈ ગયેલ છે જેથી આ વિસ્તારમાં પાણીના તળો ઊંડા જઈ રહ્યા છે.
જ્યારે અમીરગઢમાં ૧૪ લઘુસિંચેના ડેમો આવેલ છે અને જે ખેડૂતોને પિયતનું સાધન નથી તેવા ખેડૂતો માટે આશીર્વાદ રૃપી બનેલ છે. લઘૂસિંચેના ડેમો મારફતે ખેતરોમાં પિયતનું પાણી નેર મારફતે જાય છે.પરંતુ ઓછા વરસાદના લીધે લઘુસિંચાઈના ડેમો પણ ભરાયા ન હતા ઉનાળાની શરૃઆતમા જ તાલુકાના ડેમો ખાલી ભાસતા તળિયા બતાવી રહ્યા છે.જેથી ડેમો ઉપર નિર્ભર ખેડૂતો ચિંતિત બન્યા છે.
ખેતી માટે અને પશુધન માટે ઘાસચારા જેટલી પણ વાવણી થવાની દાહેસત પશુપાલકોને પણ સતાવી રહી છે.દર વર્ષે તૈયાર થયેલ પક સમયે કમોસમી વરસાદ થતાં ચાર વર્ષથી પાક માં નિષ્ફળ જતા ખેડૂતો આ વર્ષે પાણીના તળો ઊંડા જવાથી મુંજવણમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે અને પોતાનું અને પશુઓનું ગુજરાન કેવી રીતે કરવું તેનો વિચાર કરી કુદરત સામે મીટ માંડી બેઠા છે.
તસ્વીર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર