ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના રાજપૂત સમાજના યુવાનો તથા મહાદેવ સેવા ગ્રુપ દ્વારા અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું શરૂઆતની સમયમાં કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી માટે મુશ્કેલી ના પડે તે માટે લોકોને જાગૃતતા લાવવા માટે ઘરના આંગણે કે યોગ્ય વૃક્ષો ઉપર પાણીના કુંડા લગાવીને તેની અંદર પાણી મૂકીને જેથી કરીને આ અબોલ પક્ષીઓ ત્યાંથી પાણી પીવા મળી રહે
તે માટે ની યોગ્ય સરાહનિય કામગીરી જોવા મળી હતી. પક્ષીઓને અમુક સમય ચોક્કસ મર્યાદા પાણી ના મળવાના કારણે મૃત્યુ પામતા હોય છે ત્યારે ધવલ પ્લાઝા પાસે આવેલા મહાદેવ પાન પાર્લર ના યુવાનો અને કડી તાલુકા રાજપૂત સમાજના યુવાનો દ્વારા પક્ષી બચાવો અભિયાન ની સાથે કુંડા અને પક્ષી ના રહેવા માટે માળા નું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી