મુંબઈઃ બોલીવૂડની જાણીતી ડાન્સર કમ બોલ્ડ અભિનેત્રી નોરા ફતેહીએ તાજેતરમાં ડાન્સને કારણે ચર્ચામાં આવી છે.નોરા એક ઉત્તમ ડાન્સર છે અને તેમાં કોઈ શંકા નથી. તેના બોલ્ડ હૂક સ્ટેપ્સથી વૈશ્વિક સ્તરે લોકપ્રિય બની હતી ત્યારે તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર શાનદાર ડાન્સની ઝલક બતાવી છે, જે જૂના ફિલ્મની જાણીતી અભિનેત્રીનું ગીત છે.
આ ડાન્સર એટલે હેલન. જૂની હિન્દી ફિલ્મોમાં બોલ્ડ ડાન્સર તરીકે જ નહીં, પણ વિલન તરીકે પોતાનું આગવું નામ કમાવ્યું હતું. હેલનના અભિનયની સાથે તેમણે એકથી વધુ હિટ ગીતો આપ્યા હતા એની પણ નોંધ લઈ શકાય. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ હેલનના ગીતો પર પરફોર્મ કરી ચૂકી છે.
આ વખતે નોરા ફતેહીએ IIFAમાં રેટ્રો ગીતો પર પરફોર્મ કર્યું હતું, જેમાંથી તેણે હેલનને જ પસંદ કરી હતી. નોરાએ એકથી વધુ હિટ ગીતો પર ડાન્સ કર્યો હતો, પરંતુ તે લાલ રંગનો ડ્રેસ જોરદાર ડાન્સ કર્યો હતો અને એને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જોરદાર લોકોની પ્રશંસા મેળવી હતી.
આ પહેલા નોરા તેના લુકની તસવીરો શેર કરતી હતી, જેમાં તે હંમેશાં બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. ખરા અર્થમાં નોરાને બોલીવૂડમાં તેના ડાન્સના કારણે જ ઓળખ મળી હતી. ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેને હંમેશાં પ્લેટફોર્મ મળ્યું છે.
નોરા બ્યુટિફુલ ડાન્સર તો છે, જેમાંથી તેના બેલી ડાન્સનો મોટો ચાહક વર્ગ છે. નોરાએ ઘણી વખત તેની ઝલક પણ બતાવી છે. 2018માં તેને સત્યમેવ જયતેના ગીત દિલબર ગીતથી એટલી લોકપ્રિયતા મળી હતી કે તેનું નામ દરેકની જીભ પર ચર્ચાતું હતું.
તે જ સમયે તેનું હૂક સ્ટેપ સાકી-સાકી ગીતમાં વધુ લોકપ્રિય બન્યું હતું, જેના પર લોકો દ્વારા વધુ અનેક રીલ કરવામાં આવી હતી. આ બંને ગીતોએ નોરાનું ભાગ્ય બદલી નાખ્યું હતું.