મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ વડનગરના સહયોગથી અને વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મન્સૂરી પ્રેરણાથી વિસનગરના દાતા કુસુમબેન ધીરુભાઈ શાહ પરિવાર તરફથી વડનગરના કુલ ૩૩ દિવ્યાંગ ભાઈઓ બહેનોને તારીખ  ૨૨/૧/૨૦૨૦ ના રોજ શિયાળાની ઋતુ ને અનુરૂપ ગરમ ધાબળા નું વિતરણ કરાયું હતું આ પ્રસંગે મીનાબેન શાહ અને કિરીટભાઈ શાહે વિશેષ દિવ્યાંગ જનોને પ્રેરક પ્રોત્સાહન પૂરું પાડી  ધન્યવાદ ની લાગણી વ્યક્ત કરી હતી સંસ્થાના મંત્રી હિતેશભાઈ ખત્રી ના માર્ગદર્શન હેઠળ સભ્ય નીતાબેન પ્રજાપતિ ,આશાબેન પરમાર , દક્ષાબેન પ્રજાપતિ , રાજુભાઈ ઠાકોર , મયુરભાઈ બારોટ વગેરે એ પોતાની સુંદર સેવાઓ પૂરી પાડી હતી.