ગરવીતાકાત,કાંકરેજ: ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉંબરી દરબાર ગઢ ખાતે આવેલ જાગીરદાર કચેરીમાં દેવ દરબાર જાગીર મઠ ના ૧૦૦૮મહંત શ્રી બળદેવનાથ બાપુ અને ગંગા થળી ૧૦૦૮મહંત શ્રી જગદીશપુરી બાપુની હાજરી માં પુસ્તક ના લેખક શ્રી બારોટ શામળાજી કરશનજી દ્વારા લખાયેલ વાઘેલા વંશજ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસગે દિયોદર રાજવી પરિવાર ના ગુમાનસિંહ વાઘેલા. માનસિંહ વાઘેલા. વાવ સ્ટેટ રાજવી ગજેન્દ્રસિંહ ચૌહાણ .કાંકરેજ જાગીરદાર સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા. મગનસિંહ વાઘેલા. કીર્તિસીહ વાઘેલા વી.ડી.વાઘેલા વડા.વિજુભા વાઘેલા આકોલી.ડૉ. વનરાજસિંહ વાઘેલા. વિનોદસિંહ સોલંકી કંબોઈ. ગોપાલસિંહ. ભારતસિંહ. બલતસિંહ કુકરાના.નિરુભા. અભેસિંહ. કિંતુભા. ઝીણુભા વડા.મફતસિંહ સોલંકી.ઉદેસિંહ માનપુર. ગાડાંજી વાઘેલા. સહિત સમગ્ર બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજ એકઠો થયો હતો અને રાજ વંશી બારોટો પણ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જય માં ભવાની માં હિંગળાજ જય ઓગડનાથ દાદા ના જય ઘોસ સાથે ક્ષત્રિય રાજપુત સમાજમાં એકતા જોવા મળી હતી રાજા રજવાડાં નો ઇતિહાસ અત્યારે ખુબજ ઉપયોગી સાબિત થઈ શકે છે અને પછી વડવાઓ એ જે દેશ માટે બલિદાન આપ્યા હતા ત્યારે એક નવી પેઢી ને સાચા અર્થમાં રાજપુત ની આન બાન શાન જાણવી જરૂરી હોવાથી આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને અત્યારના આધુનિક યુગમાં એક માત્ર ક્ષત્રિય રાજપુત સમાજ ને ભૂલવામાં આવી રહ્યો છે ત્યારે તેની તાજી યાદ કરી ફરીથી દિયોદર જાગીર ની ૧૨ કોટડી અને કાંકરેજ જાગીરદાર રાજપુત ની ૧૨ કોટડી નો ઇતિહાસ આજે હયાત રાખી બારોટ દ્વારા જીવિત રખાયું હોવાથી સાચી પ્રેરણા મળી શકે છે.

તસ્વીર અહેવાલ અરુણ વાઘેલા કાંકરેજ