ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે .(v.s.s.m) વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરી ને વાદીઓ માટે ૯૦ નવાં મકાન અને હોસ્ટેલ સુવિધા અને કોમ્યુટર લેબ સહિત પીવાના પાણી માટે નવિન બોર તેમજ ઓવર હેડ પાણીનું ટાંકું બનાવી ને સુંદર કામગીરી કરી છે. ત્યારે હવે શિવ શંકર ભગવાન ના નવિન મંદીર ની પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વિચરતા સમુદાય સમર્થન મંચ ના ચીફ મિતલ પટેલ અને ભાજપના આગેવાનોએ કાકર ના ધૂડાનગર ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી
જેમાં શિહોરી પીએસઆઈ એ. કે. દેસાઈ એ પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું ત્યારે ૧૮/૧૯/૨૦ તારિખ સુઘી શિવ શંકર ભગવાન ના નવિન મંદીર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં સૌથી અગત્યની બાબત એ છે કે ૨૦/૫/૨૦૨૨ ના રોજ ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે અને નવિન બનાવેલ વાદી વસાહત નું લોકાર્પણ કરશે.૯૦ પરિવારો માટે નવા મકાનો બનાવ્યા છે અને ૧૨૦ લોકો ને પ્લોટ ની સનદો પણ સરકાર દ્વારા આપવામાં આવશે.
જોકે અગાઉ વર્ષ ૨૦૧૮ માં પુર્વ મંત્રી સ્વ ફકીરભાઈ વાઘેલા એ વાદી વસાહત માટે ૯૦ મકાન પંડિત દીનદયાળ ની યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યાં હતાં ત્યારે સ્થાનિક સરપંચ અને કોન્ટ્રાકટર દ્વારા વાદી વસાહત ના નામે છેતરપીંડી કરી ને રૂપિયા ચાઉં કરી ગયા હતા જેમાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરી ને કોઈ પણ પ્રકારની તપાસ કરી નહિ. ત્યારે વિચરતા સમુદાય સમર્થન મંચ ના ચીફ મિતલ પટેલ ને ખબર પડતાં બનાસકાંઠા જિલ્લામાં નારણભાઈ રાવળ સાથે સંકળાયેલ અને રૂબરૂ મુલાકાત લઈ ને નવિન મકનો બનાવ્યાં છે
ત્યારે હવે સરકારે નોંધ લેવી જોઈએ અને આવા લેભાગી કોન્ટ્રાકટર અને સરપંચ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છેજિલ્લા કક્ષાએ થી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ નિરીક્ષણ કરવા માટે તાલુકા કક્ષાએ આદેશ અપાયો છે ત્યારે જીલ્લા કલેકટર સહિત બનાસકાંઠા જિલ્લાના પોલીસવડા દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત માટે કાળજી રાખીને યોગ્ય રીતે કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારે કાંકરેજ તાલુકાના કાકર ગામના વાદી વસાહત ના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતમાં ભાજપ પક્ષ દ્વારા તાત્કાલિક ધોરણે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ