સપ્ટેમબર માસમાં બેચરાજી એપીએમસીની ચુંટણીઓના પરિણામ જાહેર થયા હતા. જેમા તમામ 5 બેઠકો ઉપર ચેરમેન વિઠ્ઠલભાઈ પટેલની પેનલનો વિજય થયો હતો. પરંતુ ખેડૂત વિભાગની 10 બેઠકની મતગણ બાકી રાખવામાં આવી હતી. જેની ગણતરી આગામી 1લી ડીસેમ્બરે કરવામાં આવશે.
આ પણ વાંચો – બેચરાજી APMC ની 5 બેઠકોના પરિણામમાં ચેરમેનનો વિજય, રજની પટેલની પેનલનો સફાયો
બેચરાજી એપીએમસીના ચેરમેન વિઠ્ઠલભાઈ પટેલના સમર્થકોના મત રદ કરવામાં આવ્યા હતા. પંરતુ કોર્ટે આદેશ કરી મતાધીકાર પરત આપ્યો હતો. જ્યાર બાદ થયેલ ચુંટણીમાં રજની પટેલની પેનલનો સફાયો થયો હતો. જે રીઝલ્ટના દિવસે ખેડુત વિભાગની 10 બેઠકોનુ પરિણામ મોકુફ રાખવામાં આવ્યુ હતુ. 10 બેઠકોની ગણતરી ટ્રેઝરી દ્વારા અરજન્ટ મત પેટી આપવાનો ઈનકાર કરતા ગણતરી લંબાવાઈ હતી. મતપેટીઓ સિલ કરીને ટ્રેઝરીમાં મુકવામાં આવી હતી. ખેડુત વિભાગની અગાઉ 10 માથી 8 મંડળીઓના મતાધીકાર છીનવાતા કોર્ટે આદેશ કરી જણાવ્યુ હતુ કે 8 મંડળીઓ વોટીંગ કરી શકેશે જેમની મતપેટી અલગ રાખવામા આવશે.