ગરવીતાકાત અરવલ્લી: અરવલ્લી જીલ્લા અને ધનસુરા તાલુકાના શીકા ગ્રામપંચાયત વિસ્તારમાં આવતા અંતિસરા ગામના વતની વિઠ્ઠલભાઈ રેવાભાઈ પટેલની વાપી નગરપાલિકા ના પ્રમુખ તરીકે વરણી થતા સમસ્ત ગ્રામજનો અને જીલ્લા વાસીઓ હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે.

ધનસુરા તાલુકાના અંતિસરા ગામ ના વિઠ્ઠલભાઈ પટેલ ને વાપી પાલિકા ના પ્રમુખ પદે બિન હરીફ વરણી થતાં તાલુકા જિલ્લા તથા સમગ્ર ચૌધરી સમાજમાં આનંદ ની લાગણી છવાઈ ગઇ છે તેઓ ભારતીય જનતા પાર્ટી ના ધનસુરા તાલુકા કિશાન મોરચા ના પ્રમુખ કાંતિભાઈ  પટેલ ના મોટાભાઈ છે તેમને અરવલ્લી જિલ્લા નું વાપી માં નામ રોશન કર્યું છે વિઠ્ઠલભાઈ પટેલ વ્યવસાય અર્થે વર્ષો થી પોતાના ગામ થી દુર વાપી માં જઈ ને સ્થાઈ થયા પછી તેમણે જનતા જનાર્દન ના પ્રશ્નો માં ઉંડો રસ લઈ ને સેવાનો  પુરે પુરો લાભ આપ્યો હતો વાપી પાલિકા ના લોકો ને વિકાસ ના લાભો મડે એવી નીતિ સાથે પાલિકા માં સતત ત્રીજી વાર ચુંટાઈ ને જનતા ની સેવા કરવા માં તન મન ધન થી પીછે હઠ ક્યારે કરી નથી ગત અઢી વર્ષ દરમિયાન વાપી ના ડેપ્યુટી મેયર તરીકે ચુંટાઈ ને સેવાની તક મળતાં જ તેમના લોકાભિમુખ કામોને લીધે વાપી જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા વાપીના મેયર તરીકે ની જવાબદારી સોંપી હતી