વિસનગર તાલુકા પી આઈ લેડીજ સિંઘમ ચાઇનિઝ દોરી સાથે એક શખ્સ દબોચયો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મેહસાણા: વિસનગર તાલુકાના ઉદલપુર ગામમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાતી હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે બાતમીને આધારે રેડ કરતાં રહેણાંક મકાનમાંથી 27 બોક્ષ ચાઇનીઝ દોરીના રીલ સાથે શખ્સ ઝડપાઇ આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 10800ના ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ કબજે લઇ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

વિસનગર તાલુકા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વે પશુ પંખીઓને નુકસાન કરતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં બે દિવસ અગાઉ તાલુકાના ગોઠવા ગામમાં ચાઇનીઝ દોરીના 40 રીલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે બુધવારના રોજ તાલુકાના ઉદલપુર ગામમાં પણ ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી

જેના આધારે પોલીસે બાતમીને આધારે રેડ કરતાં ગામમાં રહેતા રમેશભાઇ હીરાભાઇ રાવળના રહેણાંક મકાનમાંથી 27 બોક્ષ ચાઇનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા. પોલીસે રૂ.10,800ના ચાઈનિઝ દોરીનાં રીલ કબજે લઇ ઝડપાયેલ રમેશભાઇ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગર તાલુકા પોલીસે ઝડપાયેલા આ શખ્સ ચાઈનિઝ દોરી ક્યાંથી લાવ્યો અને ક્યાં વેચવાનો હતો તે અંગેની ઝડપાયેલા શખ્સની પુછપરછ હાથ ધરી છે

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.