વિધાનસભા ચુંટણીમાં થયેલ હીંસા મામલે 17 જણને સજા ફટકારવામાં આવી છે. આ બાબતે મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં આવેલ હસનપુર ગામના 16 ને જણને અગાઉ સજા થઈ ચુકી છે. ચુંટણીની હીંસામાં 42 લોકો સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જે પૈકી 17 જણને સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો – “ખેડુત નહી તેઓ મવાલી છે” કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીના નિવેદન વિરૂધ્ધ ગુજરાત AAPએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
વર્ષ 2017ની વિધાનસભા ચુંટણી સમયે વિસનગરના હસનપુર મુકામે હીંસા ફાટી નીકળતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેથી આ મામલાની કાર્યવાહી વિસનગર સેસન્સ કોર્ટમાં ચાલી રહી હતી. આ હીંસામાં કુલ 42 લોકો સામે ચાર્જશીટ દાખલ કરાી હતી. પરંતુ તે પૈકી 25 આરોપીઓ નિર્દોશ છુટી ગયા છે. પરંતુ આ સાથે આજ રોજ કોર્ટની કાર્યવાહીમાં ઠાકોર યોગેશજી જુજારજી નામના આરોપીને 7 વર્ષની સજા અને 20 હજારનો દંડ ફટકારાયો છે.
આ પણ વાંચો – પોલેન્ડ ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટની શરત ચુકથી કડીના 2 વિધાર્થીઓ વિદેશમાં ફસાયા, સાંસદ શારદાબેન વ્હારે આવતા મામલો સુલજાયો
હીંસા મામલે જે 42 આરોપી વિરૂધ્ધ કેસ ચાલી રહ્યો હતા તેમાં 16ને અગાઉ સજા ફટકારવામાં આવી છે. જેમાં આજે અન્ય એક આરોપીને સજા ફટકારવામાં આવતા આંકડો 17 પર પહોંચી ગયો છે. પરંતુ આ કેસમાં 25 આરોપીઓ નિર્દેશ પર છુટ્યા છે. ઠાકોર યોગેશજીને વિસનગર સેશન્સ કોર્ટે આઈપીસીની કલમ 326 મુજબ સજા ફરમાવી છે. જ્યારે અન્ય 16 આરોપીને આઈપીસીની કલમ 147 અને 148 મુજબ 2 વર્ષ ની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.