ગરવી તાકાત, વિસનગર

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાની સેસન કોર્ટે આજે કીરણજી કુંવરજી ઠાકોર નામના આરોપીનો ગુનો સાબીત થઈ જતા હત્યાના આરોપસર સજા ફટકારી છે. જેમાં આ આરોપીએ અગાઉ ત્રણ વર્ષ પહેલા એક સામાન્ય બાબતમાં બોલચાલ થતા શૈલેષજી ઠાકોર નામના વ્યક્તીની છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. 

આ પણ વાંચો – પ્રેમ પ્રકરણમાં કરપીણ હત્યા! દેત્રોજમાં કેનાલમાંથી યુવકની પથ્થરથી બાંધેલી લાશ મળી

આ કેસની વિગત એવી હતી કે તારીખ 11/07/2017 ના રોજ વિસનગર તાલુકાન સદુથલા ગામે રસ્તા ઉપર પડેલ પતરા ઉપરથી બાઈક ચલાવવાની બાબતે શૈલેષજી ઠાકોર અને કીરણજી કુવંરજી ઠાકોર વચ્ચે ઝઘડો થયો હતો, ઝઘડામાં બન્ને વચ્ચે બોલચાલ થઈ રહી હતી એવામાં ઝઘડાનુ સ્વરૂપ મોટુ થઈ જતા કિરણજી કુવરજી ઠાકોરે તેની પાસેની છરીના ઘા શૈલેષજી ઠાકોરને મારતા તેેમનુ મૃત્યુ થઈ જવા પામેલ હતુ.

જે આરોપસર આજે વિસનગર સેસન કોર્ટમાં મુતક શૈેલેષજી ઠાકોરના સરકારી વકીલ એસ મકવાણાએ દલિલો કરી હતી જેને વિસનગરના કોર્ટના જજ યુ.એમ.ભટ્ટ ની કોર્ટે ગ્રાહ્ય રાખી હત્યાના આરોપી કિરણજી કુંવરજી ઠાકોરને જન્મટીપ ની સજા ફટાકારી છે,તથા ફરિયાદી પક્ષને 50,000 નુ વળતર ચુકવવાનો પણ આદેશ કરેલ છેે.

 

Contribute Your Support by Sharing this News: