પોલીસ અધિક્ષક પાર્થરાજસીંહ ગોહીલ મહેસાણાના સીધા માર્ગ દર્શન હેઠળ તમામ પોલીસ કર્મીઓને મીલ્કત સંબધીત ગુનાઓ અટકાવવા તથા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સુચના મળેલ છે. જે સુચના મુજબ વિસનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાંસા ચોકડી મુકામે હાજર હતા તે દરમ્યાન તેમને બાતમી આધારે ચોરીની રીક્ષા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો – મહેસાણાના અરીહંત ફ્લેટ પાસેથી એક આરોપી સાથે દારૂ ભરેલી કાર ઝડપાઈ – ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ
વિસનગર પોલીસના માણસો કાંસા ચોકડી પાસે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેમને બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ રીક્ષા ચાલક વાલમથી વિસનગર તરફ જઈ રહ્યો છે. જે બાતમી આધારે કાંસા રામપીરના મંદીર પાસે ગુરૂકુળ ત્રણ રસ્તા નજીકથી બાતમી આધારેની રીક્ષા ચાલકની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરાયેલ ઈસમની ઉંડી પુરપરછમાં સામે આવ્યુ હતુ કે, તેની પાસેની રીક્ષા ચોરી કરેલ હોવાનુ કબુલ્યુ હતુ. આરોપીએ વિસનગર ગંજ બજારમાંથી રીક્ષા ચોરી કર્યાનુ કબુલતાં રાવળ વિનોદભાઈ નરસીંહભાઈ, રહે – કાંસા તળાવ પાસે, તા.વિસનગર, જી. મહેસાણાને વિસનગર શહેર પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.