— વર્ષ ૧૯૯૧થી ભારતીય જનતા પાર્ટીમાં પાયાના કાર્યકર તરીકે ઉભરી આવેલા એકલવીર નારી
— વિસનગર પાલિકાના મહિલા પ્રમુખ વર્ષાબેન પટેલ ખરા અર્થમાં નગર સેવક તરીકે ઉભરી આવ્યા છે
— એક વર્ષ પૂર્વે પાલિકાની શાસનધૂરા સંભાળનાર નગરસેવિકા વર્ષા પટેલ સન્માનને પાત્ર બની રહ્યા
— એક વર્ષના પ્રમુખ શાસન સમયે ૧૪ કરોડથી વધુની ગ્રાન્ટ વિકાસ કામોમાં ખર્ચ કરી સુવિધા પૂરી પાડી
— શહેરના દરેક વોર્ડમાં જરૂરિયાત મુજબના વિકાસ કામો હાથ પર ધરી નગરના ધાત્રી માતા બની રહ્યા
ગરવી તાકાત મહેસાણા: વિસનગર નગરપાલિકામાં ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. પાલિકાના પ્રમુખ પદે બિરાજમાન નગરસેવિકા વર્ષાબેન હર્ષદકુમાર પટેલ વર્ષ ૧૯૯૧થી પોતાના પિતા પાસેથી પ્રેરણા લઇ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે જોડાયા છે. પાર્ટીમાં પાયાના કાર્યકર બની રહેલા વર્ષાબેન પટેલ આજે પણ પાર્ટી ના કામ માટે પોતાના સંતાનોને ઘરે મૂકીને તાલુકાભરના ગામડાઓ ખુંદી પાર્ટી વિકાસ માટે પોતાનું મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી વિસનગર પાલિકાના પ્રમુખ પદે બિરાજમાન વર્ષાબેન પટેલે સરકાર માંથી મળતી વિવિધ પ્રકારની ૧૪ કરોડની ગ્રાન્ટ શહેરના વિકાસ માટે ખર્ચ કરી નગરજનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડી છે. જાણકાર સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે ભારતીય જનતા પાર્ટી માટે પોતાનું લોહી અને પરસેવો એક કરી નાખનાર વર્ષાબેન પટેલ ખરા અર્થમાં નગરસેવિકા તરીકે સન્માનને પાત્ર છે.
ગત ફેબ્રુઆરીમાં પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં વિજય પતાકા લહેરાવનાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિસનગર નગરપાલિકા પર કબજો જમાવવામાં સફળ થયા છે. આ તમામ પ્રક્રિયાઓ બાદ વિસનગર પાલિકાના પ્રમુખપદે વર્ષાબેન હર્ષદકુમાર પટેલની વરણી કરવામાં આવેલી છે. છેલ્લા એક વર્ષથી પાલિકામાં શાસનધૂરા સંભાળનાર વર્ષાબેન પટેલે વિરોધીઓના હાથ હેઠા પાડી પાર્ટીના અન્ય સભ્યોના સહકાર તેમજ અનેક પ્રકારના ચડાવ-ઉતારનો સામનો કરી વિસનગર શહેરમાં જનતાને જોઈતી તમામ સુવિધાઓ પુરી પાડવા માટે રાત-દિવસ અથાગ પ્રયત્નો અને મહેનત કરી છે. પાલિકા પ્રમુખ વર્ષાબેનના કર્મના કારણે વિસનગર શહેરમાં સારો એવો વિકાસ સાધી શકાયો છે. પારદર્શક વહીવટ માટે જાણીતા બનેલા વર્ષાબેન પટેલ પાર્ટીના કાર્યકરો ના ચહિતા નગરસેવિકા બની રહ્યા છે. એટલું જ નહીં તેઓએ તેમના સુકર્મો અને મિલનસાર સ્વભાવ સાથે તમામ પક્ષના લોકો તેમજ જનતામાંથી આવતા તમામ જ્ઞાતિના સમાજના લોકો સાથે હળી મળી ખભેથી ખભો મિલાવી માત્ર વિકાસ વિકાસ અને વિકાસ કાર્યોને વેગ આપી શહેરની જનતાના હૃદયમાં અનોખુ સ્થાન મેળવ્યું છે.
— લોક રદય સમ્રાટ એમને એમ નથી થવાતું, કામ બોલે છે
વિસનગર શહેરમાં પાલિકા પ્રમુખ તરીકે બિરાજતા વર્ષાબેન પટેલ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર છે. તેઓ શહેરમાં પોતાના પક્ષ સહિત અન્ય વિરોધી પક્ષોને પણ સાથે રાખી ભારતીય જનતા પાર્ટી માત્ર વિકાસના મુદ્દા પર કાર્ય કરે છે તે સાબિત કરી બતાવ્યું છે. ભાજપના કાર્યકર તરીકે પાલિકા પ્રમુખ વર્ષાબહેન પટેલે શહેરમાં વસતા તમામ નગરજનો જે કોઈ પણ સમાજ કે જ્ઞાતિના હોય તેમની સાથે હળી-મળી તમામ લોકોને સાથે રાખી વિકાસનો નવો પંથ કંડાર્યો છે. વર્ષાબેન પટેલ ગ્રાન્ટની માતબર રકમમાંથી જનતાની સેવા કરી શકાય તેટલી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરી લોક રદય સમ્રાટ બન્યા છે. લોકોના દિલમાં સ્થાન એમને નથી મળવા તું એના માટે રાત દિવસ મહેનત કરવી પડતી હોય છે આ સૂત્રને તેઓએ ખરા અર્થમાં સાબિત કરી છે.
— દબાણ મુદ્દે વિરોધીઓ હંગામો મચાવી છે પણ સત્ય હકીકત અલગ છે
વિસનગર શહેરમાં તાલુકા પંચાયત પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ ના પતિ હર્ષદ પટેલ દ્વારા લોખંડનો સેડ નાખીને દબાણ કરવામાં આવતુ હોવાની વાત વિરોધીઓએ ભારે શોર જોરથી ચગાવી છે. પરંતુ સત્ય હકીકત એ છે કે અહીં મૂકવામાં આવેલો લોખંડનો શેડ ખરા અર્થમાં જમીનની સુરક્ષા માટે લગાવવામાં આવ્યો છે. અન્ય કોઈ ભૂમાફિયાઓ જમીન હડપ કરી ન જાય તે માટે અગમચેતીના પગલા તેઓ દ્વારા ભરવામાં આવ્યા છે જેને વિરોધીઓએ પાલિકા પ્રમુખના પતિ એ દબાણ કર્યું હોવાનો મુદ્દો બનાવી દુષ્પ્રચાર કરી રહ્યા છે.