આગામી રથયાત્રાના તહેવારને અનુલક્ષી શ્રી નીલેશ જાજડીયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી મહેસાણા તથા શ્રી એમ.બી. વ્યાસ સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વિસનગર નાઓ ની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેથી ડી.વાય.એસ.પી  સ્કોડના   અહેકો મહિપાલસિંહ ,એ. એસ. આઈ અનુજી ,અહેકો દિલીપસિંહ  , અહેકો પુષ્પેન્દ્ર સિંહ  ,અહેકો મહેન્દ્ર ભાઈ ,અપોકો નરેન્દ્ર ભાઈ ,અપોકો  દિનેશજી  વગેરે પોલીસ માણસો  વલાસણા  વડનગર હાઇવે હાઈવે રોડ પર   નાકાબંધી દરમ્યાન વડનગર તોરણીયા વડ પાસે  ખાનગી તથા સરકારી વાહનમાં પોલીસ સ્ટાફના માણસો  વોચ માં ઉભા હતા  

દરમિયાન   સિવિલ હોસ્પિટલ તરફથી  ફોર્ડ ફીગો ગાડી નં. GJ-08AE-0111 શંકાસ્પદ હાલતમાં  પુર ઝડપે  આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા , ઉભી રાખે નહીં  જેથી  સરકારી તથા ખાનગી વાહનોથી ફિલ્મી ઢબે  પીછો કરી,  કોર્ડન કરી  તેને ઉભી રાખી ચાલક નું નામ પૂછતા ઠાકોર (બારડ) પિન્ટુ શિવસિંહ  ચેલસિંહ રહે. રામોસણા ઇન્દિરા નગર સોસાયટી મહેસાણા વાળોસદર ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ -૩૩૨ તથા બિયર નંગ-૧૨૦ મળી કિં.રૂ. ૯૩૩૧૫ તેમજ ગાડીની કિ.રૂ. ૧,૨૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૧૩,૫૨૪ /- નો મુદ્દામાલ કબજે કરી સદર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.

Contribute Your Support by Sharing this News: