રાજ્ય સરકારે હજુ હમણા જ રાજ્યમાં ક્રાઈમ રેસીયો ઓછો કરવા માટે ગુંડા એક્ટને મંજુરી આપી હતી. જેથી રાજ્યમાં લુંટ,અપહરણ,વ્યાજખોરી,જમીન પડાવી લેવી જેવા ક્રાઈમ ઉપર અંકુુશ મુકી શકાય. પરંતુ ક્રીમીનલને આ ગુંડા એક્ટની કોઈ પરવા જ હોય એમ અવારનવાર લુંટ,વ્યાજ ખોરી,ચોરી,જાતીય સંતામણીના કેસો સામે આવી રહ્યા છે. જેમાં ગત સોમવારે વિસનગરમાં એક દુકાનદાર પોતાનુ પાર્લર વધાવી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે કોઈ બે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી ગળાની ચેનની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે સોનાની ચેનની કીમત 50 હજાર હતી. આ લુંટ કુલ ત્રણ અજાણ શખ્સોએ ચલાવી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
આ પણ વાંચો – કડી: આઠમનુ નિવેધ કરવા ગયેલ ડોક્ટરના બંધ મકાનમાં 1.37 લાખની ચોરી
વિસનગરના ચોધરી હેમતુભાઈ હરિસંગ શહેરમાં અર્બુદા પાર્લર ચલાવે છે. જેઓ સોમવાર ના રોજ રાત્રે 8 વાગે પોતાનુ પાર્લર વધાવી ચાલીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. એ સમયે રસ્તા વચ્ચે તેમને કોઈ બે અજાણ્યા શખ્સ તેમની પાસે આવેલા. આ બન્ને અજાણ્યા શખ્સે છરી બતાવી તેમની પાસે લુંટનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હેમતુભાઈએ પ્રતીકાર કરતા તેઓ બન્ને જણાએ હુમલો કરી દીધેલ. જેથી આ ઝપાઝપીમાં હેમતુભાઈને છરીના ઘા વાગ્યા હતા. છરીના ઘા વાગવાના કારણે ઘભરાઈ જવાના કારણે તેઓ પાસેથી બન્ને શખ્સે તેમના ગળાની ચેન જેમાં પેન્ડન્ટ પણ હતુ એ લઈ નાસી ગયેલા. આ બન્ને જણાને ભાગતા જોઈ હેમતુભાઈ બુમાબુમ કરવા લાગેલા ત્યારે થોડા અતંર બાદ કોઈ ત્રીજો શખ્સ વાહન લઈ આવ્યો એમા બેસી ઉમતા તરફ નાશી ગયેલા.
ઝપાઝપીમાં છાતીમાંં અને આંખની ડોઘા ઉપર છરીના ઘા વાગવાના કારણે તેઓ નુતન હોસ્પીટલ ખાતે સારવાર માટે ગયેલા બાદમાં તેઓએ પોલીસને આ લુંટની જાણ કરતા વિસનગર પોલીસે અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી ની કલમ 379બી,114 તથા જી.પી. એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.