મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ દ્વારા યુક્રેન થી પરત આવેલા વિદ્યાર્થીઓ ની લીધી મુલાકાત

March 3, 2022

ગરવી તાકાત મહેસાણા:  હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ની યુદ્ધ ની ગંભીર પરિસ્થિતિમાં અનેક દેશોના નાગરિકો યુક્રેન માં ફસાયેલા છે. અંદાજે ૨૦,૦૦૦ ભારતીયો પણ યુક્રેનમાં ફસાયેલા છે જેમાં મોટાભાગના મેડિકલ કોલેજોમાં સ્ટુડન્ટસ છે. ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલા ભારતીયો ને ભારત પરત લાવવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી રોજે રોજ બેઠકો કરીને પરિસ્થિતિ ઉપર પોતાની નજર બનાવી રાખી છે. અને ભારત સરકારના ૪ સીનીયર મંત્રીશ્રી ને યુક્રેનના પડોશી દેશોમાં મોકલ્યા છે અને તે ત્યાં હાજર રહી ભારતીયો ને મદદ કરી રહ્યા છે.

શારદાબેન પટેલ ની ઓફીસ દ્વારા પણ મહેસાણા જીલ્લાના તમામ લોકો જે યુક્રેનમાં છે તેમના પરિવારજનો ને ફોન કરીને યુક્રેનમાં તેમના દીકરા-દીકરીઓના સમાચાર લીધા હતા અને વિદેશ મંત્રાલય અને એમ્બેસી ને તેમની હાલની પરિસ્થિતિ અને લોકેશન વિષે જાણ પણ કરી હતી. ફોન દરમિયાન વડનગરના ઋષિ ઉપાધ્યાય કરીને એક વિદ્યાર્થી નો તેના ફેમીલી સાથે સંપર્ક તૂટી ગયો હતો અને તેમાંનો પરિવાર ખુબ જ દુખી અને પરેશાન હતો તો બહેન દ્વારા ઊંઝાના ચેતનભાઈ અને પોલેન્ડ લોકલ ગ્રુપને માહિતી આપવામાં આવી હતી અને પોલેન્ડમાં રહેતા લોકલ ભારતીયો દ્વારા જુદી જુદી ટુકડીઓ બનાવી અને શોધ ખોળ કરી હતી. અને ખુબ જ ઝડપથી સાંજ પડતા પડતા ઋષિ ઉપાધ્યાય નો તેમના પરિવારજનો સાથે સંપર્ક કરી આપ્યો હતો.

આપણી સંવેદનશીલ ગુજરાત સરકાર પણ યુક્રેન થી ઓપરેશન ગંગાની મદદ થી ભારત પરત આવતા વિદ્યાર્થીઓ ને વોલ્વો બસ દ્વારા ગુજરાત લાવી રહી છે. જે અંતર્ગત આજે ત્રીજી માર્ચના રોજ ૪ બસો દ્વારા અંદાજે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત પહોંચી આવ્યા હતા. જેમનું ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અભિવાદન કરવામાં આવ્યું.

આ બસ દ્વારા આવેલા મહેસાણા જીલ્લાના અંદાજે ૧૫ થી વધારે વિદ્યાર્થીઓ સવારે ૮.૩૦ વાગે મહેસાણા ઉતરી ગયા હતા. તેમાંથી અમુક વિદ્યાર્થીઓ ની મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલે તેમના ઘરે જઈને મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ પાસે થી ત્યાંની પરિસ્થિતિની માહિતી લીધી અને પરિવારજનો સાથે પણ વાતચીત કરી. તેમની ખુશીમાં વધારો કર્યો. દીકરા-દીકરીઓ આવી ભયાનક પરિસ્થિતિમાં થી ઘરે ક્ષેમ કુશળ પહોંચી આવતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો.

વિદ્યાર્થીઓ અને વાલીઓ એ ભારત સરકાર, પોલેન્ડ સરકાર અને ત્યાંની સ્થાનિક સંસ્થાઓ અને સ્થાનિક ભારતીયો નો માન્યો આભાર અને શારદાબેન નો પણ વિદેશ મંત્રાલય અને એમ્બેસી ને માહિતી આપી ભારતીયો ને મદદ કરવા આભાર માન્યો.

શારદાબેન હજુ પણ ત્યાં રહેલા મહેસાણા જીલ્લાના અને અન્ય ભારતીયોને ઝડપથી ભારત લાવવા માટે વિદેશ મંત્રાલય અને એમ્બેસીના સંપર્ક માં છે અને તેમણે આશા વ્યક્ત કરી છે કે કેન્દ્રની ભાજપ સરકાર તમામ ભારતીયો ને સહી સલામત ભારત ઝડપ થી લાવી દેવામાં આવશે.

તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0