સાંકળચંદ પટેલ યુનિ.ની બી.સી.એ કોલેજ બાયસેગ ગાંધીનગરની મુલાકાતે

શેર કરવા અહીં ક્લિક કરો.

આ વિઝીટ દરમિયાન વિધાર્થીઓ ને બાયસેગ દ્વારા સ્પેસ, સેટેલાઈટ, કમ્યુનિકેશન , રોકેટ સાયન્સ , એરો સ્પેસ રીસર્ચ , બ્રોડકાસ્ટીંગ વિષયો પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું

ગરવી તાકાત, મહેસાણા તા. 19 – વિસનગર ની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની સી.જે પટેલ કોલેજ ઓફ કોમ્પુટર સ્ટડીઝ ના બી.સી.એ , ડીપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ દ્વારા ગાંધીનગર ખાતે આવેલી બાયસેગ-એન ની તા. 14/09/2023 તથા 15/09/2023 એમ 2 દિવસ ની ઔદ્યોગિક મુલાકાત ગોઠવવામાં આવી જેમાં ૧૫૦ થી વધુ વિધાર્થી ઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિઝીટ દરમિયાન વિધાર્થીઓ ને બાયસેગ દ્વારા સ્પેસ, સેટેલાઈટ, કમ્યુનિકેશન , રોકેટ સાયન્સ , એરો સ્પેસ રીસર્ચ , બ્રોડકાસ્ટીંગ વિષયો પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. આજના આધુનિક યુગની જરૂરિયાત એવા (ઇન્ટરનેટ ઓફ થીંગ્સ) અને સેન્સર ટેક્નોલોજી, સ્માર્ટ ડીવાઈસીસ , આઈઓટી ઇન એગ્રીકલ્ચર જેવા વિષયો પર જયેશ મકવાણા અને કમલેશ અમીન સર દ્વારા  વિશેષ માર્ગદર્શન અને લાઇવ ડેમો આપવામાં આવ્યા હતા. વધુમાં બી.સી.એ કોલેજ ના ઇન્ચાર્ઝ પ્રિન્સીપાલ ડૉ. અભિજિતસિંહ  જાડેજા એ જણાવ્યું કે ટેકનીકલ એજ્યુકેશન અને NEP 2020 ના મુખ્ય ઉદેશ મુજબ આ પ્રકાર ની વિઝીટ અને લાઇવ ડેમો સેશન દ્વારા વિધાર્થી ઓ ને ખુબ જ લાભ થવાની શકયતાઓ રહેલી છે.

આગામી સમય માં કોલેજ દ્વારા આ પ્રકાર ની વધું  ઔદ્યોગિક વિઝિટ નું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા બી.સી.એ કોલેજ ના આ વિઝિટ ના  કો-ઓરડીનેટરસ ડૉ. દર્શના પંડ્યા , પ્રો.કિરણ પટેલ , પ્રો.જીજ્ઞાશા પટેલ અને સમગ્ર બી.સી.એ સ્ટાફ નું યોગદાન પ્રાપ્ત થયું. યુનિવર્સિટિ ના પ્રેસિડેંટ પ્રકાશ પટેલ , પ્રોવોસ્ટ ડો. પી એમ. ઉદાની , રજિસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદી અને ડાઇરેક્ટર ઓફ ટેક્નિકલ કૌર્સેસ ડો. એચ. એન. શાહ દ્વારા કોલેજ ને શુભેચ્છા પાઠવવા માં આવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.