ગરવીતાકાત,બનાસકાંઠા: ડીસા શહેરમાં ડાયમંડ સોસાયટીમાં રહેતા વિષ્ણુ પ્રજાપતિ નામના શખ્સ  પત્રકાર દ્વારા આત્મહત્યા કરવાની કોશીશ  કરતાં ચકચાર મચી જવા પામી છે સુસાઈડ નોટમાં જણાવ્યા અનુસાર  છેલ્લા કેટલાય સમયથી ડીસા શહેરમાં સસ્તા અનાજનો કારાબજારી થતી હોય.

અમો દ્વારા વારંવાર જિલ્લા પુરવઠા વિભાગ તેમછ રાજય પુરવઠા સચીવ તેમજ જિલ્લા કલેકટર તથા મુખ્યમંત્રી સુઘી આઘારપુરાવા સાથે રજુઆત કરી હતી પરંતુ રાજય સરકાર દ્વારા કોઈજ પગલાં ના ભરાતા ઉલટાનું અનાજ માફીયાઓ દ્વારા મારી પત્નીને વારંવાર ઘમકીઓ આપીને હેરાનપરેશાન કરતાં હતાં અને કહેતા હતાં કે તારા પતિ ને કહી દેજે કે અમારા વિરુદ્ધ કરેલી અરજીઓ પાછી ખેચી લેજે અને સમાઘાન કરી લેજે  નહીતર તારા તથા તારા પરીવાર ને જાનથી મારી નાખશુ તેમજ ખોટી ફરીયાદો કરીને તમારા પરીવાર ને હાલત ખરાબ કરી નાખશુ જેથી મારી પત્ની દ્વારા મારા ઉપર દબાણ લાવીને મારી પાસે ગાઘીનગર પુરવઠા સચિવ પાસે અરજીઓ વિશે સમાઘાન કરાયું હતું જે બાદ આ પુરવઠા માફીયાઓ દ્વારા સાથે મલીને એક ફરીયાદી ઉભો કરીને મારા ઉપર તેમજ મારા મિત્રો ઉપર ડીસા ઉતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ અમોએ પણ ડીસા ઉતર પોલીસ સ્ટેશનમાં તેમજ દશિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા માટે રજુઆત પીએસઆઈ કરાતાં હાજર પોલીસ દ્વારા અમારી ફરીયાદ લેવામાં આવી નહી જેથી અમારા ઉપર ખોટી ફરીયાદ થયેલી હોઈ મારા સમાજમાં મારી ઈજજત ખરાબ થઈ હોઈ આ પત્રકાર વ્યવસ્ય માં ઈમાનદારી થી થઈ શકતી ના હોઈ હું આત્મહત્યા કરૂં છું સુસાઈડ નોટમાં   લખેલા નામ માં કનુભાઇ ઠક્કર આર સી બાવા તથા મિલાપ ખત્રી  આશુતોષ ખત્રી હિતેશભાઈ પાચા ગુજરાત સમાચાર તથા અન્ય ઈસમોના નામ લખેલા હોઈ ડીસા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

ડીસામાં પત્રકાર આલમને ગ્રહણ લાગી હોય તેમ એક પછી એક પત્રકાર લાંછન રૂપ કિસ્સા બહાર આવી રહ્યા છે જેમાં કાંકરેજ તાલુકાના ખારીયા ગામે રહેતો  અને ડીસામાં પત્રકારિતા વ્યવસાય સાથે સંકળાયેલા એક આશાસ્પદ પત્રકારે આજરોજ માનસિક તણાવ અને આર્થિક સંકડામણને લઈ જીવનલીલા સંકેલવાનો પ્રયાસ કર્યો હતો.

આ આશાસ્પદ પત્રકાર દ્વારા ડીસા પંથકમાં સસ્તા અનાજનો ચાલતો કાળો કારોબાર અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા છતાં તેની રજૂઆતને ધ્યાને ન લેવાતાં તેમજ અનાજ માફિયાઓ દ્વારા વારંવાર ધાક ધમકીઓ આપવાના પગલે આખરે કંટાળીને જીવન લીલાનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો….

2 Attachments