મહેસાણા તાલુકાના હરદેસણ ગામના વતની અને ખેતી તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાઈને પોતાનું ગુજરાન ચલાવનારા મધ્યમ વર્ગના શ્રી પ્રવીણભાઈ ગોવિંદભાઈ ચૌધરી તથા કલાવતીબેન પ્રવીણભાઈ ચૌધરીના ઘરે જન્મ લઇ ગામડાના રીતરિવાજ અને સ્વાધ્યાય પરિવારના વિચારોમાં ઉછરેલી દીકરી દ્રષ્ટિબેન તાજેતરમાં ખેલો ઈન્ડિયા-૨૦૨૦ આસામ ગોહાટી ખાતે ૩૦૦૦ મીટર અને ૧૫૦૦ મીટર દોડમાં દેશ લેવલે બીજા ક્રમે રહી સિલ્વર મેડલ મેળવી ગુજરાત તથા મહેસાણા અને સમાજનું ગૌરવ વધાર્યું છે અને આ દીકરીને દોડ માટે ટ્રેનિંગ આપનાર તેમના કોચ શ્રી રીડમલસિંહ સાહેબની મહેનતથી તેમના જણાવ્યા અનુસાર આ દિકરી આગળ જતાં એશિયન ગેમ્સમાં પણ સારું પ્રદર્શન કરી શકે તેમ છે..