ગરવીતાકાત,સાબરકાંઠા: અંબાજી ખાતે ભરાતા ભાદરવી પુનમના મેળાનો પ્રારંભ થનાર છે ત્યારે દુરદુરથી માં અંબાના દર્શનાર્થે આવનારા પદ યાત્રિકો માટે સુરક્ષા સેતુ સોસાયટી સાબરકાંઠા અને સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા વીસામાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરવર્ષની જેમઆવર્ષે પણ સાબરકાંઠા એસ પી ચૈતન્ય મંડલિક અને પોલીસ પરિવાર દ્વારા માં અંબાની આરતી ઉતારી વિસામાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે  સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા છ દિવસ સુધી ચાલનારા વિસામાનું આયોજન કરવામાં આવ્યુંછે જેમાં દુરદુર થી માં અંબાના રથ લઈ  પગપાળા આવનારા યાત્રિકો

માટે સાબરકાંઠા પોલીસ ખડેપગે રહી આવનાર યાત્રીકોને દરેક જાતની સુવિધાઓ પૂરી પાડવામાં આવેછે અહી આવનાર યાત્રિકો માટે ચા,પાણી, જમવાનીવ્યવસ્થા,રહેવાની વ્યવસ્થા,મેડીકલ દવાઓ ની વ્યવસ્થાઓ કરવામાં આવી છે

ભાદરવી પુનમના મેળાને લઈ સાબરકાંઠા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ સતત્ત ચાલુ રાખવામાં આવેછે અને આવનારા દરેક પદયાત્રિકોને કોઈ અગવડ ના પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવેછે.

તસ્વીર અહેવાલ પ્રફૂલ બારોટ સાબરકાંઠા.ઇડર