દુધસાગર ડેરીના પુર્વ વાઈસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરીના જામીન મંજુર કરાયા છે. દુધસાગર ડેરીના ઘી ના ભેળસેળ મામલે જાંચમાં એમ.ડી નિશિથ બક્ષી, લેબોરેટરી હેડ અલ્પેશ જૈન અને પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઈ પટેલને જેલની સજા પડી હતી. જે મામલે ત્રણે આરોપીએ અગાઉ જામીન અરજી કરી હતી પરંતુ સેસન્સ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ તેમને હાઈકોર્ટમાં પણ જામીન અરજી કરી પાછી ખેંચી લીધી હતી. હવે જ્યારે દુધસાગર ડેરીની ચુંટણી નજીક આવી રહી છે એવામાં હાઈકોર્ટમાંંથી પુર્વ વાઈસ ચેરમેનના જામીન મંજુર કરવામાં આવ્યા છે.
દુધ સાગર ડેરીમાં આવનારા સમયમાં ચુંટણી યોજાવાની છે એવામાં વિપુલ ચૌધરી તથા અશોક ચૌધરીના જુથ સામ સામે આવી ગયા છે. વર્ષોથી વિપુલ ચૌધરીનો દબદબો દુધસાગર ડેરી ઉપર રહ્યો છે. પરંતુ આવનારી ચુંટણીમાં લોકોને મજબુત ફાઈટ જોવા મળવાની છે કેમ કે ભાજપ પ્રેરીત અશોક ચૌધરીની પેનલ ચુંટણીમાં જંપલાવા જઈ રહી છે. આ ચુંટણીમાં બન્ને પક્ષોને એક – એક વ્યક્તિના સમર્થનની જરૂર પડે એમ છે એવામાં મોઘજીભાઈ ચૌધરીના જામીન મંજુર થતા વિપુલ ચૌધરીની પેનલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુધ સાગરડેરી પર કબજો જમાવવા બન્ને જુથ સામ દામ દંડની નીતી અપનાવી રહ્યા છે.